બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / Technology / technology-how-to-make-own-whatsapp-stickers

NULL / પોતાનો જ ફોટો ક્લિક કરીને બનાવો તમારું WhatsApp સ્ટિકર

Published By: vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

મેસેજિંગ એપ WhatsApp ચેટને વધારે મજેદાર બનાવવા માટે હાલમાં જ સ્ટીકર્સ લોન્ચ કર્યા છે. દિવાળી પર તમને WhatsApp દ્વારા એવા ઘણા સ્ટીકર્સ મળ્યા હશે. WhatsApp યૂઝર્સને પોતાની તરફથી સ્ટીકર ઑપ્શન મળી રહ્યુ છે. પરંતુ આ સાથે જ WhatsApp સ્ટીકર્સ થર્ડ પાર્ટી સ્ટીકર પેકના ઑપ્શનમાં પણ ખુલી રહ્યુ છે. થર્ડ પાર્ટીને ફાયદો એવો હશે કે દુનિયાભરમાં ડેવલપર્સ આ પ્લેટફોર્મ દ્વારા અલગ-અલગ સ્ટીકર્સ બનાવી શકે છે અને તેને યુઝર્સને WhatsAppનો ઉપયોગ કરવાનું વધારે મજેદાર બનાવશે. યૂઝર્સ પહેલાથી જ WhatsAppમાં રહેલા સ્ટીકરને એકબીજાને મોકલવાની સાથે પોતાનું સ્ટીકર બનાવીને પણ મોકલી શકે છે. 

કેવી રીતે બનાવશો તમારું WhatsApp સ્ટીકર:

- સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોરમાં જઇને ત્યાં સ્ટીકર મેકર ફૉર WhatsApp એપ સર્ચ કરી એપને ડાઉનલોડ કરી તેને પોતાના સ્માર્ટફોન પર રન કરો.

- Create a new sticker pack ઑપ્શન પર ટેપ કરો.

- આ બાદ સ્ટીકર પેક નામ અને ઓથર એન્ટર કરો જોકે તમારા કસ્ટમાઇઝ કરેલા સ્ટીકર્સને અન્ય WhatsApp યૂઝર્સ યૂઝ નહી કરી શકે .

- ન્યૂ લિસ્ટ ઑપ્શન પર ટેપ કરો અને એક ખાલી સ્ટીકર્સ ટ્રે સાથે નવું પેજ ઑપન કરો.

- સૌથી પહેલા સ્ટીકર પેક  આઇકોન પર એડ કરો અને આ બાદ નવા કસ્ટમાઇઝ સ્ટીકર એડ કરવા માટે આગામી ટ્રે પર ટેપ કરો. 

- આ પછી તમારી નવી ફોટો લેવા માટે અથવા તો ગેલેરીમાંથી ફોટો ઇમ્પોર્ટ કરવા માટે કહેવામાં આવશે.

- ફોટો સિલેક્ટ કર્યા પછી આ ઇમેજ એડિટરમાં અપલોડ થઇ જશે.

- નવું સ્ટીકર બનાવવા માટે ઇમેજને પોતાની જરૂરિયાત મુજબ ક્રોપ કરો.

- હવે પોતાની ઇમેજ સેવ કર્યા પછી  અને કસ્મર સ્ટીકર બનાવવા માટે આ સ્ટેપ્સને ફોલો કરો.

- પેકમાં સ્ટીકર એડ કર્યા બાદ પબ્લિશ સ્ટીકર પેક ઑપ્શન પર ટેપ કરો.

- આ બાદ તમને આ સ્ટીકર્સ WhatsApp પર એડ કરવા માટે પૂછવામાં આવશે. ઑપ્શનને એક્સેપ્ટ કરીને નવા કસ્ટમ સ્ટીકર્સને પોતાના WhatsApp પર યૂઝ કરી શકો છો. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ