સ્માર્ટફોનમાં કરી લો આ Setting, 4 ગણી વધશે સ્પીડ અને બેટરી લાઇફ

By : juhiparikh 12:36 PM, 04 February 2019 | Updated : 12:39 PM, 04 February 2019
આજના સમયમાં Android સ્માર્ટફોનનો ઉપયોગ કરનરા યૂઝર્સની સંખ્યા ખૂબ વધારે છે. યૂઝર્સ અલગ-અલગ સુવિધાઓ માટે નવી નવી એપ્સ ઈન્સ્ટોલ કરતા રહે છે. એવામાં ફોનની સ્પીડને લઇને બેટરી પર  અસર પડે છે. તમને જાણીને હેરાન થશે કે તમારા ફોનમાં એક એવું હિડન ફિચર રહેલુ છે, જે ફોનની સ્પીડ વધારવાથી લઇને બેટરી બચાવવા સુધીનું કામ કરે છે. 

ડેવલપર ઓપ્શન એન્ડ્રોઈડ મોબાઈલ માટે એપ બનાવવા અને મોબાઈલ પર ટેસ્ટ કરનારા લોકો માટે કામ આવે છે. પરંતુ તેમા કેટલાક એવા ઓપ્શન હોય છે જેનો ઉપયોગ કરીને યૂઝર્સ મોબાઇલનું પરફૉર્મન્સ વધારે સારુ કરી શકે છે. આ ઓપ્શન મોબાઈલમાં છુપાયેલું હોય છે અને સેટિંગ્સમાં જઈને તેને ચાલૂ કરવામાં આવે છે. 

આ રીતે ચાલૂ કરો ફિચર:

- સૌથી પહેલા પોતાના મોબાઇલ સેટિંગ્સમાં જાઓ.
- હવે About Phone પર ટેપ કરો.
- About Phoneમાં અંદર જવા માટે Buidl Number  અથવા MIUI Verison  અથવા  Verison લખેલુ જોવા મળશે. જો આવું કોઇ ઓપ્શન ન જોવા મળે તો જે ઓપ્શનમાં Tap 7 times to enter developer mode લખેલુ દેખાય, તેના પર 7 વખત ટેપ કરો.
- 7 વખત ટેપ કર્યા પછી તમારા સ્માર્ટફોન  Developer Options શરૂ થઇ જશે.
- હવે તમે પાછા મોબાળની હોમ સ્ક્રીન પર જાવો  અને ફરીથી Settingsમાં આવો.
- અહીં તેમને Developers Options લખેલુ દેખાશે  {} દ્વારા પણ દર્શાવાય છે. 

આ ડેપલપર ઓપ્શન્સના ફાયદા નીચે મુજબમાં હોય છે. 

USB Debugging:
આ પ્રયોગ મોબાઇલથી કમ્પ્યૂરથી કનેક્ટ કરવા માટે જાય છો. જો ફોનને કમ્પ્યૂટરથી કનેક્ટક કરવામાં કોઇ મુશ્કેલી આવે તો USB Debuggingનો વિકલ્પ ઑન કરો, જે પછી ફોન સરળતાથી કમ્પ્યૂટરની સાથે કનેક્ટ થઇ જાય છે. જે પછી તમે સરળતાથી કમ્પ્યૂટરથી કોઇપણ ફાઇલ મોબાઇલ અને મોબાઇલથી કમ્પ્યૂટરમાં ટ્રાન્સફર કરી શકો છો.

વાઇફાઇની સાથે મોબાઇલ ડેટા ચાલુ રાખવા:

જો તમારા ફોનમાં વાઇફાઇ શરૂ કરતા જ મોબાઇલ ડેટા આપમેળે ઓફ થઇ જાય છે, તો આ ફિચર કામનું છે. એવામાં જ્યારે તમારુ વાઇફાઇ એરિયામાંથી બહાર થઇ જાય ત્યારે મોબાઇલ ડેટા ઓન કરવો પડે છે. પરંતુ ડેવલપર ઓપ્શન દ્વારા તમે ડેટાને હંમેશા ઓન રાખી શકો છે

બેકગ્રાઉન્ડમાં બંધ રહેશે એપ કનેક્ટિવિટી:

ઘણી એવી એપ હોય છે જે બંધ કર્યા પછી બેકગ્રાઉન્ડમાં એક્ટિવ રહે છે. એવામાં આ  એપ તમારા મોબાઇલની બેટરી ખત્મ કરે છે. તેના ખત્મ કરવા માટે ડેવલપર ઓપ્શનમાં Don’t Keep Activitiesનો વિકલ્પ તમને મળશે, જેને ઑન કરવા પર બંધ કરવામાં આવેલી એપને બ્રેકગ્રાઉન્ડમાં ચાલતી તમામ એક્ટિવિટીઝ બંધ થઇ જશે. 

ચાર્જિગ સમયે ઓન રહે છે સ્ક્રીન:

ફોનને ચાર્જિંગ પર મૂકવા પર થોડા સમય બાદ સ્ક્રીનની લાઈફ ઓફ થઇ જાય છે પરંતુ જો તમે તેમને ઓન રાખવા ઇચ્છતા હોવ તો ડેવલપર ઓપ્શમાં Stay Awake સેટિંગ ઓન કરી શકો છો. આ પછી તમે મોબાઇલની સ્ક્રીન ચાર્જિંગ સમયે હંમેશા ઓન રહે છે. જોકે કંપનીઓ ડેવલપર ઓપ્શન્સમાંથી સેટિંગ્સ હટાવી રહી છે. 

મોબાઇલ અને એપ ખોલવા પર સ્પીડ વધવી:

જો તમારો ફોન સ્લો ચાલી રહ્યો છે અથવા તો ફોન એપ ઓપન કરવામાં વધારે સમય લાગે છે તો તેનું સામાધાન ડેવલપર ઓપ્શનમાં છે. આ સમસ્યાને ઠીક કરવા માટે ડેવલપર ઓપ્શન્સમાં રહેલા Window Animation Scale પર ટેપ કરો. જો તમારો ફોન સ્લો છે તો અહીંયા જોઇ શકાય કે તમારું Animation Scale 1x  પર છે અને તેને .5x  પર કરી દો જો  Animation Scale .5x  પર છે તો તેને ઝીરો કરી દો, જેનાથી તમારા ફોનની વિન્ડો ઓપન કરતા સ્પીડ વધી જશે.

ઓછી RAM પર ચાલી શકે છે હેવી ગેમ:

જો તમારા ફોનમાં RAM ઓછી છે અને તમે હેવી ગ્રાફિક્સ વાળી ગેમ રમો છો તો તમારો ફોન સ્લો કામ કરી શકે છે. એવામાં જો ડેવલપર ઓપ્શન્સમાં આપવામાં આવેલા Forcedly અથવા Force Enable 4x MSAAને શરૂ કરી દો છો તો ફોનનાં ગેમ ચાલુ કરવા પર સ્પીડ 4 ગણી વધી જશે અને ફોન ઝડપથી કામ કરવા લાગશે.  Recent Story

Popular Story