બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ ઇન્ડિયા પર રૂપિયાનો વરસાદ, BCCI આપશે આટલાં કરોડ

સ્પોર્ટ્સ / વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ ઇન્ડિયા પર રૂપિયાનો વરસાદ, BCCI આપશે આટલાં કરોડ

Jinal Chauhan

Last Updated: 12:32 PM, 10 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BCCI એ T20 વર્લ્ડ કપ 2026માં જીત માટે ટીમ ઇન્ડિયાને 131 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ રકમ 2024ની જીત કરતા વધુ છે. આ ઇનામ ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફને તેમના શ્રેષ્ઠ પ્રદર્શન માટે આપવામાં આવશે.

T20 વર્લ્ડ કપ 2026ના ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હારી ત્રીજીવાર વિશ્વ વિજેતા બનનાર ભારતીય ટીમ પર પૈસાનો વરસાદ થઈ રહી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટીમ ઇન્ડિયાની આ ઐતિહાસિક સિદ્ધિ માટે 131 કરોડ રૂપિયાની મોટી ઇનામી રકમ જાહેર કરી છે.

BCCI એ ખજાનો ખોલ્યો, 131 કરોડનું ઇનામ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જીત્યા પછી BCCIએ ટીમ ઇન્ડિયાના માટે આ ખાસ બોનસની જાહેરાત કરી. આ 131 કરોડ રૂપિયાની રકમ માત્ર ખેલાડીઓ માટે જ નહીં પરંતુ ટીમના કોચિંગ સ્ટાફ, સપોર્ટ સ્ટાફ અને સિલેક્ટર્સ વચ્ચે પણ વહેંચાશે. આ ઇનામ ICC તરફથી મળતા આશરે 27.48 કરોડ રૂપિયા ($3 મિલિયન)ની રકમ ઉપરાંત છે.

2024 કરતા વધારે ઈનામ

જ્યારે ભારતમાં વર્ષ 2024માં રોહિત શર્માની કમાન્ડમાં દક્ષિણ આફ્રિકાને હરાવી T20 વર્લ્ડ કપ જીતી હતી ત્યારે BCCIએ ટીમ ઇન્ડિયાના માટે 125 કરોડ રૂપિયાની ઇનામ રકમ જાહેર કરી હતી. તે સમયે ખેલાડીઓ અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડને 5-5 કરોડ રૂપિયા મળ્યા હતા. આ વખતે BCCIએ ઇનામ 6 કરોડ વધારીને 131 કરોડ રૂપિયા કરી દીધું છે જે ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી બોનસ રકમ છે.

vtv app promotion

આ પણ વાંચોઃ T20 વર્લ્ડ કપની જીત બાદ લગ્નના તાંતણે બંધાવા જઇ રહ્યો છે ટીમ ઇન્ડિયાનો આ સ્ટાર ખેલાડી

સતત બે વર્લ્ડ કપ જીતવાનું પરિણામ

BCCIએ આ મોટું ઇનામ ટીમના સતત પ્રદર્શનને જોતા આપ્યું છે. ભારત એ દુનિયાની પહેલી ટીમ બની છે જેમણે સતત બે વાર (2024 અને 2026) T20 વર્લ્ડ કપ જીતી છે. બોર્ડના અધિકારીઓનું માનવું છે કે ઘરેલુ મેદાન પર ટાઇટલ ડિફેન્ડ કરવું મોટી સિદ્ધિ છ તેથી ખેલાડીઓ માટે આ રકમ વધારી દીધી છે. ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ આ વર્લ્ડ કપ દરમિયાન જોરદાર પરફોર્મ કર્યું અને ફાઈનલ મેચમાં ભારતની જીત એકતરફી અંદાજમાં પોતાના નામે કરી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

131 crore bonus BCCI reward Team India T20 WC 2026
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ