બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / team india will will 13 consecutive series win after fourth test win

ક્રિકેટ / ટીમ ઈન્ડિયાનો વર્લ્ડ રેકોર્ડ : હોમ ગ્રાઉન્ડ પર સળંગ સૌથા વધારે સિરીઝ જીત તરફ પ્રયાણ કરશે કેપ્ટન કોહલીની બ્રિગેડ

Published By: Nikul

Last Updated: 08:33 PM, 3 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ ગુરુવારથી અમદાવાદમાં રમાશે. ચાર મેચની સિરીઝમાં ભારત 2-1થી આગળ છે અને ભારત પાસે આ સિરીઝ જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની સુવર્ણ તક છે.

  • સૌથી વધારે સતત મેચો જીતવા અંગેનો વર્લ્ડ રેકોર્ડ પણ પોતાને નામ કરશે
  • ઈંગ્લેન્ડ સામેજ 2012માં હોમ ટેસ્ટ સિરીઝમાં હાર મેળવી હતી
  • બીજા ક્રમાંકે ઓસ્ટ્રેલિયાનું નામ આવે છે

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી જશે

આ સિરીઝમાં જીતની સાથે સાથે ભારત પાસે બીજો એક વર્લ્ડ રેકોર્ડ કરવાની પણ તક છે. જો ભારત ચોથી મેચ ડ્રો પણ કરશે તે છતા તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી જશે. પણ જો મેચ જીતી જશે તો હોમ ગ્રાઉન્ડમાં સૌથી વધારે સતત મેચો જીતવા અંગેનો વર્લ્ડ રેકોર્ડ પણ પોતાને નામ કરશે.

ANI Photo/BCCI Twitter

છેલ્લે બાંગ્લાદેશને હરાવ્યુ હતું

ઈંગ્લેન્ડ સામેજ 2012માં હોમ ટેસ્ટ સિરીઝમાં હાર મેળવ્યા બાદ ભારત પોતાના ઘરમાં એક પણ ટેસ્ટ સિરીઝ હારી નથી. 2019માં બાંગ્લાદેશને 2-0થી હરાવીને ભારતે ઘરમાં સતત 12મી ટેસ્ટ સિરીઝ જીતી હતી. ભારતે ઈંદોર ટેસ્ટમાં બાંગ્લાદેશને ઈનિંગ અને 130 રનોથી હાર આપી હતી. ત્યારબાદ કોલકાતા ટેસ્ટમાં પણ ભારતે બાંગ્લાદેશને ઈનિંગ અને 46 રનથી ધૂળ ચટાડીને બે મેચોની ટેસ્ટ સિરીઝ જીતી હતી.

બીજા ક્રમે ઓસ્ટ્રેલિયા છે

ભારત બાદ બીજા ક્રમાંકે ઓસ્ટ્રેલિયાનું નામ આવે છે. જેણે તેનાં હોમ ગ્રાઉન્ડમાં સતત 10-10 ટેસ્ટ સિરીઝી જીતી છે. ટીમ ઈન્ડિયાએ તેનાં ઘરમાં 2012ની ઈંગ્લેન્ડ સિરીઝ બાદ હજુ સુધી 37 ટેસ્ટ મેચ રમી છે. જેમાથી 30 ટેસ્ટ મેચ ભારતે જીતી છે અને 2 ટેસ્ટમાં તેને હાર મળી છે. સાથે જ 5 ટેસ્ટ ડ્રો રહી છે. ઓસ્ટ્રેલિયાએ તેનાં ઘરમાં સતત 10 ટેસ્ટ સિરીઝ જીતમાં 27 ટેસ્ટ મેચોમાંથી 20 મેચ જીતી અને જ્યારે 2માં તેને હાર મળી હતી.

ભારતની તેનાં ઘરમાં સતત ટેસ્ટ સિરીઝ જીતવાની સફર
1- ઓસ્ટ્રેલિયા સામે ફેબ્રુઆરી 2013માં 4-0થી જીત 
2- વેસ્ટ ઈન્ડિઝ સામે નવેમ્બર 2013માં 2-0થી જીત
3- સાઉથ આફ્રિકા સામે નવેમ્બર 2015માં 3-0થી જીત
4- ન્યૂઝીલેન્ડ સામે સપ્ટેમ્બર 2016માં 3-0થી જીત
5- ઈંગ્લેન્ડ સામે નવેમ્બર 2016માં 4-0થી જીત
6- બાંગ્લાદેશ સામે ફેબ્રુઆરી 2017માં 1-0થી જીત
7- ઓસ્ટ્રેલિયા સામે ફેબ્રુઆરી 2017માં 2-1થી જીત
8- શ્રીલંકા સામે નવેમ્બર 2017માં 1-0થી જીત
9- અફઘાનિસ્તાન સામે જૂન 2018માં 1-0થી જીત
10- વેસ્ટ ઈન્ડિઝ સામે એક્ટોબર 2018માં 2-0થી જીત
11- સાઉથ આફ્રિકા સામે ઓક્ટોબર 2019માં 3-0થી જીત 
12- બાંગ્લાદેશ સામે નવેમ્બર 2019માં 2-0થી જીત
13- ઈંગ્લેન્ડ સામે ભારત 4 ટેસ્ટની સિરીઝમાં 2-1થી આગળ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Team India test cricket test match world record ટીમ ઈન્ડિયા ટેસ્ટ ક્રિકેટ ટેસ્ટ મેચ વર્લ્ડ રેકોર્ડ Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ