બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Team India reached Super-4 of Asia Cup won by 10 wickets against Nepal

Asia Cup 2023 / એશિયા કપની સુપર-4માં પહોંચી ટીમ ઈન્ડિયા, નેપાળ સામે 10 વિકેટે ભવ્ય જીત, આ તારીખે પાકિસ્તાન સાથે ટક્કર

Mahadev Dave

Last Updated: 12:02 AM, 5 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઇન્ડિયાએ નેપાળને 10 વિકેટે હરાવી સુપર 4મા જગ્યા પાક્કી કરી લીધી છે. જેને લઈને હવે 10 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામેનો જોરદાર મેચ જોવા મળશે.

  • ભારત અને નેપાળની ટીમ વચ્ચે ખરાખરીનો ખેલ
  • ભારતીય ટીમે વિના વિકેટે જોરદાર જીત મેળવી 
  • કેપ્ટન રોહિત શર્માએ 59 બોલમાં અણનમ 74 રન ફટકાર્યા

એશિયા કપ 2023 માં આજે ભારત અને નેપાળની ટીમ મેદાને ઉતરી હતી. પલ્લેકેલના મેદાનમાં ટીમ ઇન્ડિયા અને નેપાળની ટીમ વચ્ચે આ ખરાખરીનો ખેલ યોજાયો હતો. જેમાં રોહિત શર્માએ પ્રથમ ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. તો નેપાળે પ્રથમ બેટિંગ કરી માત્ર 230 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઉતરેલી ટીમ ઈન્ડિયાની બેટિંગમાં વરસાદે વિઘ્ન નાખ્યું હતું. બાદમાં ટીમ ઇન્ડિયાએ નેપાળને 10 વિકેટે હરાવ્યું હતું. સાથે જ સુપર 4મા જગ્યા પાક્કી કરી લીધી છે. હવે 10 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે ખરાખરીનો ખેલ યોજાશે. વધુમાં ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 17 સપ્ટેમ્બરે હંબનટોટામાં રમાશે.

ગિલ પણ 62 બોલમાં 67 રન

231 રનના ટાર્ગેટ સાથે ઉતરેલી ટીમ ઇન્ડિયાએ 2.1 ઓવરમાં વીનાવીકેટે 17 રન બનાવ્યા હતા.બાદમાં વરસાદને કારણે મેચ આટકી હતી. જેમા સમય બગડ્યા બાદ ડકવર્થ લુઈસ નિયમ મુજબ ભારતને 23 ઓવરમાં 145 રનનો ટાર્ગેટ મળ્યો હતો.જેમાં ભારતીય ટીમે 20.1 ઓવરમાં વિના વિકેટે 147 રન બનાવીને જોરદાર જીત મેળવી હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 59 બોલમાં અણનમ 74 રન ફટકાર્યા હતા. જ્યારે શુભમન ગિલ પણ 62 બોલમાં 67 રન બનાવીને અણનમ રહ્યો હતો.

 

નોંધનીય છે કે ટીમ ઇન્ડિયાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમાઈ હતી. જેમાં વરસાદને કારણે મેચ વચ્ચે અટકાવી દેવાની નોબત આવી હતી. જેને લઇને નેપાળ સાથેની આ મેચ ભારત માટે મહત્વપૂર્ણ હતી કેમ કે જો ટીમ ઇન્ડિયા આ મેચમાં હારનો સામનો કર્યો હોત તો તેમના સુપર 4મા પહોંચવાના ઓરતા આધુરા રહી ગયા હોત!

સંકળાયેલા મુદ્દાઓ

Asia Cup 2023 Nepal Team India એશિયા કપ ન્યૂઝ ભારત પાકિસ્તાન રોહિત શર્મા શુભમન ગિલ Asia Cup 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ