બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Team India in celebration after victory over Zimbabwe, danced on the song 'Kala Chashma', VIDEO

કાલા ચશ્મા / ઝીમ્બાબ્વેમાં ક્લીન સ્વીપ કર્યા બાદ ખૂબ નાચ્યા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ, બોલીવુડના ગીતો પર લગાવ્યા ઠુમકા, જુઓ VIDEO

Megha

Last Updated: 10:06 AM, 23 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જીતને ટીમ ઈન્ડિયા ખેલાડીએ કઇંક અલગ અને શાનદાર અંદાજમાં મનાવી હતી. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ એ 'કાલા ચશ્મા' પર જોરદાર ઠુમકા લગાવીને તેની જીતનો જશ્ન મનાવ્યો હતો.

  • ઝિમ્બાબ્વે સામે મેચ જીતવાની ખુશીમાં ટીમ ઈન્ડિયાના ખેલાડી લગાવ્યા ઠુમકા 
  • હાલ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે

ભારતે ઝિમ્બાબ્વેને ત્રીજી વન ડે મેચ 13 રનથી હરાવી દીધી છે. આ જીત સાથે જ તેણે ત્રણ મેચોની વન ડે સીરીઝમાં ઝિમ્બાબ્વેનો સફાયો કરી નાખ્યો છે. ઝિમ્બાબ્વેને જીત માટે 290 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પણ તે 276 રન પર સમેટાઈ ગઈ હતી.આ જીતને ટીમ ઈન્ડિયા ખેલાડીએ કઇંક અલગ અને શાનદાર અંદાજમાં મનાવી હતી. ટીમ ઈન્ડિયાના પ્લેયરે ફિલ્મી ગીત કાલા ચશ્મા પર જોરદાર ઠુમકા લગાવીને તેની જીતનો જશ્ન મનાવ્યો હતો. હાલ આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે. 

ધવન-રાહુલે કેમેરાનું શટર  હટાવ્યું 
વીડિયોમાં જોઈ શકાય છે કે કેમેરા ઓન થતાની સાથે જ કેપ્ટન કેએલ રાહુલ અને ધવન કેમેરા પરથી પોતાના હાથનું શટર હટાવે છે અને એ સાથે જ પાછળનું દ્રશ્ય દેખાય છે. બેકગ્રાઉન્ડમાં કાલા ચશ્મા ગીત વાગતું સંભળાય છે. આ પછી ટીમ ઇન્ડિયાનો દરેક ખેલાડીઓ ગીત પર ડાન્સ કરવા લાગે છે. આ દરમિયાન ઈશાન કિશને જબરદસ્ત ડાન્સ સ્ટેપ્સ બતાવ્યા હતા. 

ગીતના અંતમાં શુભમન ગિલ પણ શાનદાર સ્ટેપ્સ કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન ધવને પણ જોરદાર ડાન્સ કર્યો હતો. આ સેલિબ્રેશનમાં અવેશ ખાન, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, ઋતુરાજ ગાયકવાડની સાથે અન્ય ખેલાડીઓ પણ જોવા મળે છે. 

બ્રાયન લારાએ પણ કરી હતી કોમેન્ટ 
વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી બ્રાયન લારાએ પણ આ વીડિયો પર કોમેન્ટ કરી હતી. એમને લખ્યું હતું કે, મને યાદ છે કે થોડા દિવસો પહેલા એક આવી જ ટીમ ગ્રુપે આખી રાત ડાન્સ કર્યો હતો. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને તેના ઘરે ODI અને T20 શ્રેણીમાં હરાવ્યું હતું. ત્યારે પણ ટીમ ઈન્ડિયાએ આ જ રીતે જીતની ઉજવણી કરી હતી. 

મેચમાં કરી બતાવ્યો કમાલ 
ઝિમ્બાબ્વેને ત્રીજી વનડે મેચમાં ભારતે 13 રનેથી હરાવ્યું છે. આ જીત સાથે જ ભારતીય ટીમે સિરીઝ પણ 3-0થી પોતાના નામે કરી દીધી છે. ઝિમ્બાબ્વે તરફથી સિકંદર રઝાએ 115 રન બનાવીને મેચને ભારતના કબ્જામાં છીનવી લેવાની ભરપૂર કોશિશ કરી હતી. ભારત તરફથી આવેશ ખાને સૌથી વધારે ત્રણ વિકેટ લીધી હતી. તો વળી દીપક ચાહર, કુલદીપ યાદવ અને અક્ષર પટેલે બે-બે વિકેટો લીધી હતી. ઝિમ્બાબ્વેને ત્રીજી વનડે મેચમાં ભારતે 13 રનેથી હરાવ્યું છે. આ જીત સાથે જ ભારતીય ટીમે સિરીઝ પણ 3-0થી પોતાના નામે કરી દીધી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ