ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / tauktae cyclone news gujarati Lanfall in Gujarat CoastalArea
ADVERTISEMENT
ADVERTISEMENT
તૌકતે વાવાઝોડાની લેન્ડફોલ થવાની પ્રકિયા શરુ થઈ ચૂકી છે. બે કલાક સુધી વાવાઝોડાની લેન્ડ ફોલ પ્રકિયા ચાલશે. લેન્ડ ફોલ એટલે દરિયાથી જમીન પર આવવાની પ્રક્રિયા હોય છે. લેન્ડ ફોલની શરુઆતમાં વાવાઝોડાની સ્પીડ શરુઆતની હોય છે. તૌકતે વાવાઝોડાની શરુઆતમાં પણ 120 પ્રતિ કલાકની ભારે સ્પીડ રહી છે. તૌકતે વાવાઝોડની ખરેખરી સ્પીડ 175 કીમી પ્રતિ કલાકની છે.
ADVERTISEMENT
તૌકતે વાવાઝોડાની લેન્ડફોલ વખતની સ્પીડ કંડલામાં આવેલા વાવાઝોડા જેવી છે. તૌકતેની લેન્ડફોલની સ્પીડ જ ભારે હોવાથી વાવાઝોડું ભયાનક રહેશે તેવો અંદાજો લગાવી શકાય છે. તૌકતે વાવાઝોડાની લેન્ડ ફોલ ઉનાના નવા બંદર અને રાજપરા વચ્ચે રહેશે. લેન્ડફોલ વખતે ઉનાથી જાફરાબાદ વચ્ચે 120ની સ્પીડનો પવન ફુંકાયો હતો. તૌકતેના લેન્ડીંગનો મુખનો ઘેરાવો 70 કીમી સુધી લાંબો છે. કોડીનારના છારાથી અમરેલીના જાફરાબાદ સુધીમાં લાંબુ લેન્ડફોલિંગ જોવા મળશે.
લેન્ડફોલ સ્થળ પરસૌથી વધારે નુકસાન
ADVERTISEMENT
તૌકતે વાવાઝોડુના લેન્ડફોલની પ્રકિયા 11 વાગ્યા સુધી ચાલશે. આ વખતે જમીન પર 120થી 175 સુધી પ્રતિ કલાકે પવન ફુંકાશે. તૌકતે વાવઝોડાથી ભારે નુકશાની થવાના અંદાજ પણ છે. ગુજરાતમાં અત્યાર સુધી ભાગ્યે જ આવું વાવઝોડું આવ્યું છે. લેન્ડ ફોલની બે કલાકની પ્રકિયા મતલબ કે બે કલાક સુધી અતિભારે પવન રહેશે.
CM રૂપાણીએ સેનાની ત્રણેય પાંખના અધિકારીઓ સાથે કરી બેઠક
ADVERTISEMENT
CM રૂપાણીએ કહ્યું હતું કે ગુજરાતમાં લૅન્ડફોલની શરૂઆત થઈ ગઈ છે અને આશરે રાત્રે 1 વાગ્યા સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે. તેમણે કહ્યું હતું કે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને પોરબંદર આ 4 જિલ્લાઓને વધુ અસર થવાની શક્યતા રહેશે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીએ સેનાની ત્રણેય પાંખ સાથે બેઠક યોજી તમામ કામગીરી અંગે ચર્ચા કરી હતી, તો બીજી તરફ માહિતી સામે આવી છે કે, ગુજરાતની સીમામાં વાવાઝોડું ત્રાટકવાની શરૂઆત થઈ ચૂકી છે. ભાવનગરના મહુવામાં વાવાઝોડું હિટ થવાની શરૂઆત થઈ ચૂક છે, મહુવામાં 120 કિ.મીની ઝડપે પવન ફૂંકાયો.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT