બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / અન્ય જિલ્લા / Tauktae Cyclone is likely to hit porbandar or mahuva in gujarat, heavy rain in many districts
ADVERTISEMENT
તૌકતે વાવાઝોડાના સંકટને લઈને મહત્વના સમાચાર
કોરોના વાયરસના કહેર વચ્ચે ગુજરાત માથે વાવાઝોડાનું સંકટ આવી પડ્યું છે. દરિયાઈ તોફાન વધુને વધુ મજબૂત બની રહ્યું છે અને હવે હવાની ઝડપ પણ વધારી છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં દરિયો ગાંડોતૂર બન્યો છે તથા ગોવા સહિતના રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે. કર્ણાટકમાં ચાર તથા કેરળમાં બે લોકોના વાવાઝોડાના કારણે નિધન થયા છે.
ADVERTISEMENT
ગુજરાતથી 541 કિલોમીટર દૂર છે સમુદ્રમાં વાવાઝોડું
ગુજરાત ઉપર તૌકતે વાવાઝોડાના સંકટને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. લેટેસ્ટ અપડેટ અનુસાર હાલમાં ગુજરાતથી 541 કિલોમીટર દૂર સમુદ્રમાં આ વાવાઝોડું છે અને તે સતત ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. મુંબઈથી વાવાઝોડાનું અંતર હાલ 323 કિલોમીટર છે અને પ્રતિ કલાકે અંદાજે 13 કિલોમીટર જેટલી ઝડપથી વાવાઝોડું ગુજરાત બાજુ આગળ વધી રહ્યું છે.
ADVERTISEMENT
તૌકતે વાવાઝોડું હાલની સ્થિતિ મુજબ પોરબંદર અને મહુવા વચ્ચેથી પસાર થશે
હાલની જે પરિસ્થિતિ અને દિશા છે તે અનુસાર તૌકતે વાવાઝોડું પોરબંદર અને મહુવા વચ્ચેથી પસાર થશે. 17 મેએ મોડી સાંજે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે અને 18 મેએ વહેલી સવારે પોરબંદર અને ભાવનગરના મહુવા વચ્ચેથી વાવાઝોડું પસાર થઈ શકે છે. દિશા બદલાય તો વાવાઝોડું નલિયા તરફ પણ જઈ શકે છે.
ADVERTISEMENT
વધુ તાકાત સાથે અથડાશે વાવાઝોડું, આ જિલ્લાઓમાં પડશે ભારે વર્ષા
નોંધનીય છે કે અરબી સમુદ્રમાં આ વાવાઝોડાએ પોતાની તાકાત વધારી છે અને સ્પીડમાં વધારી છે. વાવાઝોડું પોરબંદર અને નલિયા વચ્ચે ગુજરાતને ટકરાઇ શકે છે તથા જૂનાગઢ, ગીર સોમનાથ, સૌરાષ્ટ્ર, કચ્છ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, રાજકોટ, જામનગર, દીવમાં પડી શકે છે ભારે વરસાદ. હવામાન વિભાગની આગાહી અનુસાર 18 મેના રોજ પોરબંદર અને નલિયા વચ્ચે પહોંચી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Ahmedabad Plane Crash / અમદાવાદ પ્લેન ક્રેશમાં ફાયર બ્રિગેડની ફાયર ફાઈટ ક્યારેય નહીં ભૂલાય, જુઓ અવિસ્મરણીય બહાદુરી
Ahmedabad Plane Crash / સાથે રહેતા-સાથે જમતા બે મિત્રો ગુમાવવાનો આઘાત ક્યારેય...! સુરતના MBBS વિદ્યાર્થીની આપવીતિ
Ahmedabad plan crash / એક એવો ઘા.., જે ક્યારેય નહીં રૂઝાય! કોઈએ દીકરો-દીકરી ગુમાવ્યા તો કોઈએ માતા-પિતા
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.