બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tata Sky HD Set Top Box Price Discounted By Rs. 100 Now Priced at Rs 1399

સારાં સમાચાર / Tata Sky ગ્રાહકો માટે લઈને આવ્યું આ ખાસ ઓફર, મળી રહ્યું છે મોટું ડિસ્કાઉન્ટ

Noor

Last Updated: 02:01 PM, 26 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટાટા સ્કાય દેશની સૌથી વધુ લોકપ્રિય ડીટીએચ સર્વિસ આપતી કંપની છે. કંપની પાસે ખૂબ મોટો ગ્રાહકવર્ગ છે. Tata Skyના ગ્રાહકો માટે સારાં સમાચાર છે. Tata Sky HD સેટ-ટોપ બોક્સની કિંમતમાં 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ડિસ્કાઉન્ટ એક સ્પેશિયલ ઓફર હેઠળ આપવામાં આવી રહ્યું છે અને ઓફર તમામ ગ્રાહકો માટે લાઈવ કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે, ગયા મહિને ટાટા સ્કાયે HD અને SD સેટ-ટોપ બોક્સની કિંમતમાં 300 રૂપિયાનો વધારો કર્યો હતો. જેથી કિંમત વધ્યા બાદ એચડી સેટ-ટોપ બોક્સની કિંમત 1,499 રૂપિયા અને SD સેટ-ટોપ બોક્સની કિંમત 1,399 થઈ ગઈ હતી.

  • Tata Skyના ગ્રાહકો માટે સ્પેશિયલ ઓફર
  • Tata Sky HD અને SD સેટ-ટોપ બોક્સની કિંમતમાં થયો ઘટાડો
  • એરટેલ ડિજિટલ ટીવી પણ આપી રહ્યું છે ઓફર

ટાટા સ્કાય સિવાય એરટેલ ડિજિટલ ટીવી દ્વારા પણ એચડી સેટ-ટોપ બોક્સ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ઓફિશિયલ લિસ્ટિંગ પ્રમાણે ટાટા સ્કાય એચડી સેટ-ટોપ બોક્સની સ્પેશિયલ ઓફર હેઠળ 1,399 રૂપિયામાં મળી રહ્યું છે. જોકે, હાલ એ વાત સ્પષ્ટ નથી કે, ગ્રાહકો આ ઓફરનો લાભ ક્યાં સુધી લઈ શકે છે. તમને જણાવી દઈએ કે, જો ગ્રાહક ઓફલાઈન રિટેલર પાસેથી સેટ-ટોપ બોક્સ ખરીદશે તો કિંમતમાં અંતર જોવા મળી શકે છે. 

Source: Google

એચડી કનેક્શન વધારવા ટાટા સ્કાયની ઓફર

આ નવી ઓફરની મદદથી ટાટા સ્કાયના એચડી કનેક્શનને વધારવામાં મદદ મળી શકે છે. તમને જણાવી દઈએ કે, એરટેલ ડિજિટલ ટીવી અને ડિશ ટીવી દ્વારા પણ આવી જ ઓફર ગ્રાહકોને આપી રહી છે. 

ડીશ ટીવી આપી રહ્યું છે આ ઓફર

આ બંને કંપનીની તુલના કરીએ તો, એરટેલ ડિજિટલ ટીવી દ્વારા 1,300 રૂપિયામાં એચડી સેટ-ટોપ બોક્સ આપવામાં આવી રહ્યો છે. પણ તેમાં ઈન્સ્ટોલેશન ફ્રી નથી. જ્યારે, ડીશ ટીવી દ્વારા એચડી સેટ-ટોપ બોક્સ 1,690 રૂપિયામાં આપવામાં આવી રહ્યું છે. જોકે, તેમાં એક મહિનાનું સબ્સ્ક્રિપ્શન, લાઈફટાઈમ વોરંટી અને અમુક બ્રાન્ડના 2000 રૂપિયાના કુપન પણ આપવામાં આવી રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Airtel Digital Discount HD set-top box price Tata Sky customers Good News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ