બ્રેકિંગ ન્યુઝ
VTV / ટેક અને ઓટો / task force to be formed to deal with semiconductor shortage
ADVERTISEMENT

આઈટી મંત્રાલયે ગ્લોબલ કંપનીઓ સાથે કરી મુલાકાત
ADVERTISEMENT
આ દરેક બાબતો પર ધ્યાન રાખીને સરકારે સેમી કંડકટરની અછતના સંકટને દૂર કરવાના પ્રયાસ શરૂ કર્યા છે. જે હેઠળ સરકારે સેમી કંડકટરની અછતનો ઉકેલ લાવવા માટે ટાસ્ક ફોર્સ બનાવવાનો નિર્ણય કર્યો છે. સેમી કંડકટરની અછતના સંદર્ભમાં આઈટી મંત્રાલયે ગ્લોબલ કંપનીઓ સાથે મુલાકાત કરી. જ્યારે સરકાર દ્વારા બનાવવામાં આવેલી ટાસ્ક ફોર્સ સેમી કંડકટરની અછતથી લડવા માટે પોતાની ભલામણ આપશે. જે અનુસાર આગળનો પ્લાન ઓફ એક્શન નક્કી થશે. આ ભલામણ નાની અને લાંબી મુદ્દતને આધારિત હશે. એક વેબસાઈટના સુત્રો મુજબ, સેમી કંડકટર યુનિટ લગાવવાળી કંપનીઓને ઈન્સેન્ટિવ આપવાનો રોડ મેપ નક્કી હશે.

ADVERTISEMENT
સરકાર કંપનીઓને ઈન્સેન્ટિવ આપશે
આ સંકટનો ઉકેલ લાવવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય હેઠળ સરકાર ઘણાં તબક્કાની અંદર કંપનીઓને ઈન્સેન્ટિવ આપશે. જાણકારી મુજબ, અત્યારે બે થી ત્રણ કંપનીઓએ સેમી કંડક્ટર યુનિટ લગાવવામાં રસ દાખવ્યો છે. આ સિવાય ટાટા ગ્રુપે પણ સેમી કંડક્ટર યુનિટ લગાવવામાં રસ દાખવ્યો છે. આ અહેવાલ બાદ ટાટા મોટર્સના સ્ટોકમાં એકશન દેખાશે.
ADVERTISEMENT

સેમી કંડક્ટર એક સિલિકન ચિપ
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, સેમી કંડક્ટર સિલિકન ચિપ છે, જેનો ઉપયોગ ગાડીઓ, કોમ્પ્યુટર, મોબાઈલ ફોન અને અલગ-અલગ ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સમાં નિયંત્રણ અને મેમરી માટે કરવામાં આવે છે. તાજેતરમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી અને ડ્રાઈવર આસિસ્ટન્ટ જેવા નવા ઈલેક્ટ્રોનિક ફીચર્સના કારણે વાહન ઉદ્યોગમાં સેમી કંડકટરોનો ઉપયોગ વધ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.