બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Tanuj Virwani Tanya Jacob engagement photos with caption

બોલિવૂડ / અભિનેતા તનુજ વિરવાનીએ ગર્લ ફ્રેન્ડ તાન્યા સાથે ગુપચપ રીતે કરી લીધી સગાઈ, રોમેન્ટિક તસવીરો કરી શેર

Vaidehi

Last Updated: 05:29 PM, 22 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવૂડ એક્ટર તનુજ વિરવાનીએ પોતાની સગાઈનાં ફોટોઝ શેર કરીને સૌને ચોંકાવી દીધાં છે. ફોટોઝમાં કપલ એકબીજા સાથે કોઝી બનતાં દેખાઈ રહ્યાં છે. જુઓ.

  • બોલીવૂડ એક્ટર તનુજ વિરવાની ચર્ચામાં
  • પોતાની સગાઈનાં ફોટોઝ શેર કરતાં થયાં વાયરલ
  • ફોટોમાં કપલ કોઝી બનતાં દેખાઈ રહ્યાં છે

નવેમ્બર મહિનો એટલે કે વેડિંગ સીઝન. બોલીવૂડ જગતમાંથી પણ સ્ટાર્સનાં સગાઈ-લગ્નનાં સમાચાર હાલમાં સામે આવી રહ્યાં છે. એક પછી એક સેલિબ્રિટિઝ પોતાનાં બેટર હાલ્ફ સાથે લગ્ન સંબંધમાં બંધાઈ રહ્યાં છે.હાલમાં જ એક્ટર અલી મર્ચેંટ, અમાલા પોલ અને નેહા બગ્ગાએ પોતાના જીવનસાથીને પસંદ કર્યાં. તેવામાં રતિ અગ્નિહોત્રીનો પુત્ર અને બોલિવૂડ એક્ટર તનુજ વિરવાનીએ પણ પોતાની મંગેતર સાથેનાં સગાઈનાં ફોટોઝ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યાં છે. લોન્ગ ટાઈમથી ડેટ કરી રહેલા આ કપલે હવે ઓફિશિયલી સગાઈ કરી લીધી છે.

તનુજ વિરવાનીની સગાઈ
'પુરાની જીન્સ' ફિલ્મનાં એક્ટર તનુજ વિરવાનીએ પોતાની ગર્લફ્રેંડ તાન્યા જેકબ સાથે ગુપચુપ સગાઈ કરી લીધી છે. એક્ટરે પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટોઝ શેર કરીને ફેંસને ચોંકાવી દીધાં છે. સામે આવેલી ફોટોઝમાં કપલ એકબીજા સાથે કોઝી થતાં દેખાઈ રહ્યાં છે.

કેપ્શનમાં શું લખ્યું?
ફોટોઝ પોસ્ટ કરતાં તનુજે કેપ્શનમાં લખ્યું કે, 'ન તો આ સફર સૌથી વધારે મહત્વું છે અને ન તો આ મંજિલ...મહત્વનો તો આ બે લોકોનો સાથ છે. હું પોતાનું આખું જીવન તમારી સાથે વિતાવવા માટે વધુ રાહ નથી જોઈ શકતો... @tanyajacob1 પરિવારમાં તમારું સ્વાગત છે.'

કોઝી થયાં કપલ
એક્ટરે પોતાની સગાઈનાં દિવસે બ્લૂ કલરનો ચેક્સ સૂટ પહેર્યો હતો. તો તેમની મંગેતરે બેબિ પિંક કલરનો ગાઉન પહેર્યો હતો. આ સાથે જ તાન્યા પોતાની સગાઈની રિંગને પણ ફ્લૉન્ટ કરતી દેખાઈ રહી હતી. કપલની ફોટોઝમાં એક્ટ્રેલ રતિ અગ્નિહોત્રીએ કમેંટમાં લખ્યું કે,' તનુજ અને તાન્યા બંનેને આશીર્વાદ આપવા માટે આપ સૌનો ખુબ-ખુબ આભાર. '
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ