બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Tanker fire at filling point at BPCL depot in Bhopal, 7 seriously burnt

દુર્ઘટના / ભોપાલના BPCL ડેપોમાં ફિલિંગ પોઈન્ટ પર ટેન્કરમાં આગ, 7 લોકો ગંભીર રીતે દાઝ્યા

Priyakant

Last Updated: 10:15 AM, 22 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલિંગ પોઈન્ટ પર ઉભેલા ટેન્કરમાં ઈંધણ રિફિલ કરતી વખતે જોરદાર વિસ્ફોટ થતા બની દુર્ઘટના

  • મધ્યપ્રદેશના ભોપાલના બકાનિયામાં BPCL ડેપોમાં આગ 
  • ટેન્કરમાં ઈંધણ રિફિલ કરતી વખતે જોરદાર વિસ્ફોટ
  • વિસ્ફોટને કારણે આગનો મોટો ગોળો સર્જાતા 7 લોકો દાઝી ગયા

ભોપાલના બકાનિયામાં BPCL ડેપોમાં ફિલિંગ પોઈન્ટ પર ઉભેલા ટેન્કરમાં ઈંધણ રિફિલ કરતી વખતે જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટને કારણે આગનો મોટો ગોળો સર્જાયો હતો, જેના કારણે 7 લોકો દાઝી ગયા હતા. તેમાંથી મોટાભાગના નજીકમાં પાર્ક કરાયેલા ટેન્કરોના ડ્રાઈવર અને કંડક્ટર છે. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં ત્રણની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

ખજુરી પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત શુક્રવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ થયો જ્યારે એક ટેન્કર રિફિલ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન ટેન્કરના એક ભાગમાં વિસ્ફોટ થતાં આગની જ્વાળાઓ ઉભરાવા લાગી હતી. વિસ્ફોટમાં ત્યાં ઉભેલા ટેન્કરના 6 ડ્રાઈવર અને કંડક્ટર દાઝી ગયા હતા જ્યારે ડેપોનો એક કર્મચારી પણ ઘાયલ થયો હતો.

નોંધનીય છે કે, જોકે આગ વધુ પ્રસરે તે પહેલા થોડીવારમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. નહિંતર જાન-માલનું મોટું નુકસાન થઈ શકે છે. જ્યાં અકસ્માત થયો હતો તે ડેપોની સામે રોડની બીજી બાજુ એક ખાનગી કંપનીનો ઓઈલ ડેપો પણ આવેલ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ