ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નવપરિણીત કપલ પાસે તલાટીએ કરી એવી માંગ કે હવે થઇ રહ્યો છે પસ્તાવો

લાંચ / નવપરિણીત કપલ પાસે તલાટીએ કરી એવી માંગ કે હવે થઇ રહ્યો છે પસ્તાવો

Last Updated: 10:22 PM, 21 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢમાં ભેંસાણના પરબ વાવડીના તલાટી કમ મંત્રી લાંચ લેતા ઝડપાયો છેકોર્ટ મેરેજ કરેલા દંપતિ પાસે તલાટી કમ મંત્રીએ માંગી હતી લાંચ.આર્થીક સહાય મેળવવા માટે મેમોરેન્ડમની દંપતીને હતી જરૂરિયાત જેનો ફાયદો ઉઠાવીને અધીકારીએ 1500 રૂપિયાની લાંચ માંગી હતી.

ADVERTISEMENT

જૂનાગઢ જિલ્લામાં તલાટી લાંચ લેતા ઝડપાયો

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના પરબવાવડી ગામના તલાટી કમ મંત્રી જયદીપ ચાવડા લાંચ લેતા ઝડપાયા છે.જો ઘટનાની વાત કરવામાં આવે તો, એક દંપતીએ કોર્ટ મેરેજ કર્યા બાદ સરકાર તરફથી મળતી આર્થિક સહાય માટે મેમોરેન્ડમ લેવાનું હતું. મેમોરેન્ડમ આપવાની કામગીરી તલાટીના અધિકાર હેઠળ હતી.

તલાટી જયદીપ ચાવડાએ મેમોરેન્ડમ આપવા માટે દંપતી પાસેથી રૂપિયા 1500ની લાંચની માંગણી કરી હતી. દંપતીએ લાંચ ન આપવાનો નિર્ણય કરીને તાત્કાલિક એન્ટી કરપ્શન બ્યુરો (ACB)નો સંપર્ક કર્યો. ACBએ વોચ ગોઠવી અને લાંચ લેતી વખતે તલાટી જયદીપ ચાવડાને રંગે હાથ પકડી લીધો.

વધુ વાંચો: દિલ્હીમાં તમામ સરકારી યોજનાઓ થશે બંધ! અપાત્ર લોકોની હકાલપટ્ટી કરાશે

આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે હજુ પણ સરકારી વિભાગોમાં લાંચખોરી જેવી ગંભીર સમસ્યા ચાલુ છે, પણ લોકોની સતર્કતા અને ACBની અસરકારક કામગીરીના કારણે આવા ભ્રષ્ટાચારી અધીકારીયો સામે પગલાં લેવામાં આવી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Talati caught taking bribe Bribery case in Gujarat junagadh Talati bribe case
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ