બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Taarak Mehta Ka Ooltah Chashmah show will show lakshdweep soon on television says Asitkumar modi
Vishal Khamar
Last Updated: 03:19 PM, 14 January 2024
ADVERTISEMENT
નીલા ફિલ્મ પ્રોડક્શન અને નીલા મીડિયાટેકના મેનેજિંગ ડિરેક્ટર આસિત મોદીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું છે કે,'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ હંમેશા પોતાની રસપ્રદ વાર્ત દ્વારા સમાજમાં જુદી જુદી બાબતે જાગૃતિ ફેલાવવામાં અગ્રેસર રહ્યો છે. ભારતીય પ્રવાસન સ્થળો, સંસ્કૃતિ અને મૂલ્યોને દર્શાવતું આ ડેસ્ટિનેશન શૂટ દેશ પ્રત્યેના કમિટમેન્ટમાં વધુ એક પગલું છે. ભૂતકાળમાં અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છનું સપેદ રણ, દમણ અને ગોવા જેવા સ્થળોને પણ અમારી વાર્તામાં આવી લીધા છે. જ્યાં અમે મનોરંજની સાથે સ્થાનિક અને સાંસ્કૃતિ વાતોને પણ રજૂ કરી છે. મને વિશ્વાસ છે કે લક્ષદ્વીપ પણ અમારા શોમાં રસપ્રદ ઘટનાઓ અને બેકડ્રોપ એડ કરશે.'
જો કે હવે અહીં દર્શકો માટે રસપ્રદ એ હશે કે ગોકુલધામ સોસાયટીમાંથી કોણ કોણ લક્ષદ્વીપ જાય છે? શું દર વખતની જેમ આ વખતે પણ ભીડે જ આ પ્રવાસની જવાબદારી સંભાળશે અને તારક મહેતાને બોસ રજા આપશે કે નહીં. તો જેઠાલાલના નસીબ પણ આપણે બધા જાણીએ જ છીએ. એમને પણ લક્ષદ્વીપ જવા મળશે કે નહીં તે બધું જ આગામી એપિસોડસમાં જોવા મળશે. તો લક્ષદ્વીપના અનુમપ સુંદર સ્થળો આ શોના દર્શકોને ઘરે બેઠા પોતાના ડ્રોઈંગ રૂમમાં જોવા મળવાના છે. જેને કારણે હવે દર્શકોમાં ચર્ચા શરૂ થઈ છે.
ADVERTISEMENT
વધુ વાંચોઃ VIDEO : ફૂલ પી ગઈ ઉર્વશી રૌતેલા, માએ બાવડું પકડીને સંભાળી, પાર્ટીમાં કર્યું એવું કે લોકો ભડક્યાં
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો જુદી જુદી બાબતોને લઈને ચર્ચામાં રહ્યો છે. 2008માં પહેલીવાર ઓન એર થયેલો આ શો છેલ્લા 15 વર્ષથી અવિરત ચાલી રહ્યો છે, જેમાં 3,900થી વધુ એપિસોડ્સ ઓન એર થઈ ચૂક્યા છે. આ સોની લોકપ્રિયતા એટલી બધી છે કે યુટ્યુબ પર આ શો 'ગોકુલધામ ચી દુનિયાદારી' નામે મરાઠીમાં, 'તારક મામા એયો રામા' નામથી તેલુગુમાં ઓન એર થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.