બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / urvashi rautela falling viral video urvashi rautela mom birthday celebrations urvashi rautela boyfriend urvashi
Last Updated: 08:11 PM, 13 January 2024
ADVERTISEMENT
ઉર્વશી રૌતેલા બોલીવુડની એકમાત્ર એવી અભિનેત્રી છે જે પોતાના કામથી ઓછી અને હાસ્યાસ્પદ કારણોસર વધુ ચર્ચામાં રહે છે. તે ક્યારેક પોતાના બોયફ્રેન્ડના કારણે તો ક્યારેક પોતાના સ્વ-પ્રેમ વિશે લોકોનું ધ્યાન ખેંચે છે. આખો દેશ હવે તેને અટેન્શન સીકર કહેવા લાગ્યો છે અને આમેય ઉર્વશીએ ઘણા એવા કામ કર્યાં છે જેને કારણે તે ટ્રોલર્સને નિશાન પર આવી છે. આવી સ્થિતિમાં હવે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જે બાદ હવે તે ખરાબ રીતે ટ્રોલ થઈ છે.
ADVERTISEMENT
ફૂલ નશામાં દેખાઈ ઉર્વશી રૌતેલા
હકીકતમાં ઉર્વશી રૌતેલાનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે લથડિયા ખાઈ રહેલી દેખાય છે. માતાના જન્મદિવસની પાર્ટીમાં તે ફૂલ દારુ પી ગઈ હોવાનું જણાવાઈ રહ્યું છે. નશામાં નશામાં તે ડાન્સ કરી રહી હોવાનું પણ જણાતું હતું. તે લથડિયા ખાતી જોવા મળી હતી અને તેની માતાએ સંભાળી હતી.
લોકોએ કરી જાતજાતની કોમેન્ટ્સ
માએ ઉર્વશીને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો જોકે થોડો સમય લીધા બાદ તે જાતે જ ઊભી થતી જોવા મળી હતી. હવે આ વીડિયોને ખૂબ જ જોવામાં આવી રહ્યો છે. લોકોએ આના પર ઘણી ફની કમેન્ટ્સ કરી છે અને અભિનેત્રી અને તેના પરિવારને જોરદાર ટ્રોલ કરી છે. એક યુઝરે લખ્યું, 'તે ખૂબ જ નશામાં છે. એક જણે કહ્યું, "હું તેને દોષ નથી આપતો. તે સંપૂર્ણપણે તેના માતાપિતાનો દોષ છે. એક વ્યક્તિએ તો એમ પણ કહ્યું કે, 'કાશ, હું રેલિંગ પરથી પડી ગયો હોત.' એક જણે કહ્યું, "હું હસવું રોકી શકતો નથી, તેઓ ખૂબ જ ખરાબ છે." કોઈકે મજાકમાં લખ્યું, 'એટલું બધું ન પીઓ કે તમે સંભાળી ન શકો. કોઈકે કહ્યું, "એ બધા પીધેલા છે. કોઈએ કહ્યું કે પહેલી ભારતીય અભિનેત્રી જે પોતાના માતા-પિતાની સામે નશો કરે છે." એકે લખ્યું, 'ડાન્સ કરવાની રીત થોડી કેઝ્યુઅલ હતી. કોઈ કહે છે, "મેં બહુ પીધું છે." એક જણે પૂછ્યું, 'દારૂ પીને નાચી રહ્યા છો કે હોડી ચાલી રહી છે?' તો કોઈ લખે છે, 'રાત સનગ્લાસ માટે વધારે નથી હોતી?' એકે લખ્યું, "લાગે છે કે તેણે નવા પૈસા જોયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
મનોરંજન / ‘ખોટું નથી બોલતી…’, Rj Mahvash એ ચહલ સાથે ડેટિંગની ચર્ચા વચ્ચે કરી જોરદાર પોસ્ટ
Ajit Jadeja
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.