બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / sweat was seen on the murti of god gopinathji maharaj gadhada
ADVERTISEMENT
બોટાદના ગઢડામાં આવેલા ભગવાન સ્વામિનારાયણના મંદિરમાં ગોપીનાથજી મહારાજનો એક ચોંકાવનારો VIDEO સામે આવ્યો છે. જેમાં ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી પરસેવો નીકળતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. ગઈ કાલે તારીખ 14 મેના રોજ વહેલી સવારની મંગળા આરતીમાં ભગવાન ગોપીનાથજીની મૂર્તિ પર પરસેવો જોવા મળતા ભક્તોમાં કુતુહલ સર્જાયું હતું.
ADVERTISEMENT
2 AC હોવા છતાં ગોપીનાથજી મહારાજની મૂર્તિ પર પરસેવો!
ગઢડા ગોપીનાથજી મહારાજની મૂર્તિનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં મૂર્તિમાં રીતસરનો પરસેવો વળતો જોવા મળી રહ્યો છે. મંગળા આરતી સમયે ગોપીનાથજી ભગવાનની મૂર્તિમાં પરસેવો થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મંદિરના ગર્ભગૃહમાં 2 AC હોવા છતાં ગોપીનાથજી મહારાજની મૂર્તિ પર પરસેવો વળતા લોકોમાં કુતૂહલ સર્જાયું છે. VTV NEWS આ વાયરલ વીડિયોની પુષ્ટી નથી કરતું.
ADVERTISEMENT
વીડિયો જોઇને હરિભક્તોમાં ભારે કુતૂહલતા
ADVERTISEMENT
તમને જણાવી દઇએ કે, ગોપીનાથજી મહારાજ સાથે હરિકૃષ્ણ મહારાજ તેમજ રાધિકાજીની મૂર્તિઓ પણ આવેલી છે. મંદિરના ગર્ભગૃહમાં 2 AC ચાલુ હોય છે તેમ છતાં માત્ર ગોપીનાથજી મહારાજની મૂર્તિ પર જ પરસેવો વળતા સૌ કોઇમાં કુતુહલ સર્જાયું હતું. તમને જણાવની દઇએ કે, મળતી જાણકારી અનુસાર, ગોપીનાથજી મહારાજની આ મૂર્તિ સ્વયં ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં તેમના અંગેઅંગનું માપ લઇને બનાવવામાં આવેલી મૂર્તિ છે. જે આજે ગઢપુરમાં ગોપીનાથજી સ્વરૂપે પૂજાઇ રહી છે. જો કે, આ વીડિયો જોઇને હરિભક્તોનું કહેવું છે કે, ભગવાને કળિયુગમાં ગોપીનાથજી મહારાજ સ્વરૂપે સાક્ષાત પરચો પૂર્યો છે. આ અંગે મંદિરના ચેરમેન હરિજીવનદાસજી સ્વામી દ્રારા પણ સાક્ષાત ગોપીનાથજી મહારાજ હાજરા હજુર હોવાનું કહેવાઇ રહ્યું છે. જો કે, VTV આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Ahmedabad plan crash / ''આ બાબતે હું કોઇ જ કોમેન્ટ...'', પીડિત પરિવારને લઇ શું કહ્યું ઋષભ રૂપાણીએ?
Ahmedabad Plane Crash / અમદાવાદ પ્લેન ક્રેશમાં ફાયર બ્રિગેડની ફાયર ફાઈટ ક્યારેય નહીં ભૂલાય, જુઓ અવિસ્મરણીય બહાદુરી
Ahmedabad Plane Crash / સાથે રહેતા-સાથે જમતા બે મિત્રો ગુમાવવાનો આઘાત ક્યારેય...! સુરતના MBBS વિદ્યાર્થીની આપવીતિ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.