ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / હવે નહીં મળે આ સ્કૂટર, ACTIVAના દુશ્મનનું આ ખાસ વેરિયન્ટ થયું બંધ
6 ફોટો ગેલેરી
Last Updated: 01:36 PM, 25 November 2026
1/6
દર મહિને હજારો યુનિટ વેચાતું આ સ્કૂટર ભારતીય બજારમાં Honda Activaને ટક્કર આપે છે. સુઝુકી Access 125ના ફીચર્સ અને વેરિયન્ટમાં થયેલા ફેરફારને કારણે ફરી એકવાર આ સ્કૂટર ચર્ચામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે, કંપનીએ આ વેરિયન્ટ બંધ કરવાની સત્તાવાર જાહેરાત કરી નથી. બીજી તરફ, સ્કૂટરના અન્ય વેરિયન્ટમાં ABS સહિતની સુવિધાઓ આપવામાં આવી રહી છે. તો ચાલો જાણીએ કે કયા વેરિયન્ટ પર અસર થઈ છે અને હવે કયા વિકલ્પો ઉપલબ્ધ છે.
2/6
અહીં એક વાત ખાસ સમજવા જેવી છે. સુઝુકીએ Access 125નું આખું સ્કૂટર બંધ કર્યું નથી, પરંતુ Ride Connect TFTનું ABS વગરનું વેરિયન્ટ બંધ થયાનું સામે આવ્યું છે. આ વેરિયન્ટ મે 2025માં લોન્ચ થયું હતું. તેમાં 4.2 ઇંચની કલર TFT સ્ક્રીન અને બ્લૂટૂથ કનેક્ટિવિટી જેવી સુવિધાઓ મળતી હતી. જોકે, કંપનીની વેબસાઇટ પર આ વેરિયન્ટ હજુ પણ ₹93,877ની કિંમતે દેખાતું હોવાથી તેને બંધ કરવાની બાબતને સત્તાવાર પુષ્ટિ મળેલી નથી.
ADVERTISEMENT
3/6
નવા ફેરફાર બાદ Access 125 પાંચ વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. તેમાં Standard Edition, Special Edition, Ride Connect Edition, Ride Connect ABS Edition અને Ride Connect TFT ABS Editionનો સમાવેશ થાય છે. એટલે કે કલર TFT સ્ક્રીનવાળું મોડલ હજુ પણ મળે છે, પરંતુ હવે તે ABS સાથેના ટોપ વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. કંપનીની જાહેર કરેલી એક્સ-શોરૂમ દિલ્હી કિંમતો પ્રમાણે Standard Editionની શરૂઆત ₹83,086થી થાય છે. Special Edition ₹89,428, Ride Connect ₹91,627, Ride Connect ABS ₹98,432 અને Ride Connect TFT ABS ₹1,03,780માં ઉપલબ્ધ છે. શહેર અને ડીલરશિપ પ્રમાણે ઓન-રોડ કિંમત અલગ હોઈ શકે છે.
4/6
સુઝુકી Access 125માં 124 સીસીનું એન્જિન આપવામાં આવ્યું છે. તેમાં 12 ઇંચનું આગળનું અને 10 ઇંચનું પાછળનું વ્હીલ મળે છે. સ્કૂટરમાં 24.4 લીટરનું અંડરસીટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે, જેમાં રોજિંદા ઉપયોગની વસ્તુઓ રાખી શકાય છે. Ride Connect વેરિયન્ટમાં બ્લૂટૂથ દ્વારા સ્માર્ટફોન કનેક્ટ કરવાની સુવિધા મળે છે. તેના દ્વારા ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, કોલ અને મેસેજ એલર્ટ જેવી સુવિધાઓનો ઉપયોગ કરી શકાય છે. જ્યારે TFT વેરિયન્ટમાં 4.2 ઇંચની કલર સ્ક્રીન મળે છે. ABSવાળા મોડલમાં સિંગલ-ચેનલ ABS પણ આપવામાં આવ્યું છે, જે અચાનક બ્રેક મારતી વખતે મદદરૂપ થઈ શકે છે.
ADVERTISEMENT
5/6
6/6
ઓક્ટોબર 2026ના વેચાણના આંકડા પ્રમાણે સુઝુકી Access 125ના 83,684 યુનિટ વેચાયા હતા. કંપનીના કુલ સ્થાનિક વેચાણમાં આ સ્કૂટરનો મોટો હિસ્સો રહ્યો હતો. સુઝુકીના બીજા લોકપ્રિય સ્કૂટર Burgmanના 31,856 યુનિટ વેચાયા હતા. આ આંકડા દર્શાવે છે કે Access 125 કંપની માટે કેટલું મહત્વનું મોડલ છે. ખરીદદારો માટે શું બદલાશે? જો કોઈ ગ્રાહકને કલર TFT સ્ક્રીનવાળું Access 125 ખરીદવું હોય, તો હવે તેને TFT ABS વેરિયન્ટ પસંદ કરવું પડશે. જ્યારે સામાન્ય Ride Connect સ્ક્રીનવાળું મોડલ હજુ પણ ઉપલબ્ધ છે. એટલે સ્કૂટરનું એન્જિન કે ડિઝાઇન બદલાઈ નથી, મુખ્ય ફેરફાર વેરિયન્ટ અને કલર વિકલ્પોમાં થયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ