બ્રેકિંગ ન્યુઝ
Megha
Last Updated: 08:28 AM, 14 March 2024
જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોનું સંક્રમણ અને રાશિ પરિવર્તન શબ્દ વારંવાર સાંભળવા મળે છે. એક ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં જાય તેને પરિવર્તન કહેવામાં આવે છે. જાણીતું છે કે જ્યોતિષશાસ્ત્રમાં, નવ ગ્રહો છે: સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ. આ ગ્રહો સમય સમય પર તેમની ચાલ પ્રમાણે રાશિઓ બદલતા રહે છે. ગ્રહોના રાશિ પરિવર્તનનો વ્યક્તિના જીવન પર ઘણો પ્રભાવ પડે છે.
ADVERTISEMENT
એવામાં હવે આજે એટલે કે 14 માર્ચે સૂર્ય ભગવાન બપોરે 12:46 કલાકે મીન રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. તે 13મી એપ્રિલ સુધી ત્યાં રહેશે. 13 એપ્રિલે સૂર્ય ભગવાન મીન રાશિમાંથી બહાર નીકળીને રાત્રે 09:15 કલાકે મેષ રાશિમાં સંક્રમણ કરશે. સૂર્ય લગભગ 1 મહિના સુધી મીન રાશિમાં રહેશે અને આ રાશિ પરિવર્તનની 6 રાશિના લોકો પર શુભ અસર થશે. ચાલો જાણીએ કઈ છે એ રાશિઓ..
ADVERTISEMENT
વૃષભ
મીન રાશિમાં સૂર્યના આગમનને કારણે આ રાશિના લોકોની સંપત્તિમાં વધારો થઈ શકે છે. આવકના નવા સ્ત્રોતો વિકસાવી શકશો અને નોકરીમાં તમને પ્રમોશન મળવાની સંભાવના છે. માન-સન્માનમાં વૃદ્ધિની સાથે સંતાન પ્રાપ્તિની પણ સંભાવના છે.
મિથુન
સૂર્યદેવની કૃપાથી આ રાશિના લોકોને વિદેશી કંપનીમાં નોકરી મળી શકે છે. કાર્યસ્થળ પર લીધેલા નિર્ણયો તમારી પ્રગતિ તરફ દોરી જશે. સાથે જ દુ:ખ દૂર થશે અને તમને માનસિક શાંતિ પં મળશે. ઉપરાંત કરિયરમાં સારો સમય રહેશે.
તુલા
સૂર્યનું રાશિ પરિવર્તન આ રાશિના લોકો માટે શુભ રહેશે. વેપાર કરતા લોકો પોતાની બનાવેલી યોજનાઓમાં સફળતા મેળવી શકે છે. તમારી શક્તિથી તમારા ગુપ્ત દુશ્મનોને હરાવવામાં સફળ થઈ શકો છો. કોર્ટ-કચેરી સંબંધિત મામલાઓમાં તમને સારા સમાચાર મળી શકે છે.
વૃશ્ચિક
સૂર્યના ગોચરથી તમારી રાશિના લોકોને કોઈ પુરસ્કાર અથવા સિદ્ધિ મળી શકે છે. 14 માર્ચથી તમે નવી ઉર્જાનો અનુભવ કરશો, જેના કારણે તમે કાર્યસ્થળમાં થોડો ફેરફાર કરી શકો છો. જેમના લગ્ન એક-બે વર્ષમાં થઈ ગયા છે, તેમના સંતાન સુખી થવાની સંભાવના છે.
મકરઃ સૂર્યનું સંક્રમણ તમારી રાશિના લોકો માટે સફળતા અપાવશે. આ સમય દરમિયાન, તમને કોઈ નવું કામ મળી શકે છે અથવા તમે જે પણ કાર્ય કરવા માંગો છો તેમાં તમને સફળતા મળી શકે છે. તમે નવા પડકારોનો સામનો કરવામાં સફળ રહેશો. પૂજામાં રસ રહેશે.
આ પણ વાંચોઃ હોળીના દિવસે 100 વર્ષ બાદ ચંદ્રગ્રહણનો પડછાયો, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ
મીન
સૂર્ય ભગવાન આ રાશિમાં સંક્રમણ કરવા જઈ રહ્યા છે. એ દરમિયાન નોકરી કરતા લોકોને તેમની ઈચ્છિત નોકરી મેળવવામાં સફળતા મળી શકે છે. વિદેશી નાગરિકતા મેળવવામાં સફળતા મળી શકે છે. તમારી કીર્તિમાં વધારો થશે અને નેતૃત્વની પ્રશંસા થશે. સાથે જ સહકર્મીઓનો સહયોગ મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.