Surya Grahan 2023: ઓક્ટોબર મહિનામાં વર્ષનું છેલ્લુ સૂર્ય ગ્રહણ લાગશે. જેની અસર દરેક 12 રાશિઓ પર પડશે. પરંતુ આ ગ્રહણનું સૌથી શુભ ફળ આ રાશિઓને મળશે.
ઓક્ટોબર મહિનામાં છે વર્ષનું છેલ્લુ સૂર્ય ગ્રહણ
જેની દરેક રાશિઓ પર પડશે અસર
ગ્રહણની આ રાશિઓ પર પડશે સૌથી વધારે અસર
સૂર્ય ગ્રહણના વૈજ્ઞાનિક મહત્વ હોવાની સાથે સાથે જ્યોતિષીય અને ધાર્મિક મહત્વ પણ થાય છે. સૂર્ય ગ્રહણની બધી રાશિઓ પર શુભ અને અશુભ પ્રભાવ પડે છે. 14 ઓક્ટોબરે સૂર્ય ગ્રહણ લાગશે.
હિંદૂ કેલેન્ડર અનુસાર સૂર્ય ગ્રહણ 14 ઓક્ટોબર 2023એ કન્યા રાશિમાં લાગશે. આ સૂર્ય ગ્રહણ ભારતમાં જોવા નહીં મળે. આ સૂર્યનો પ્રભાવ બધી 12 રાશિઓ પર પડે છે.
મેષ
આ સૂર્ય ગ્રહણથી મન પરેશાન થઈ શકે છે. વસ્ત્ર વગેરે પ્રત્યે પ્રેમ વધી શકે છે. જીવનસાથી સાથે મેળ સારો રહેશે. તમને પોતાના માતાનો પ્રેમ મળશે. વ્યવસાયમાં મુશ્કેલી આવી શકે છે. મહેનત વધારે કરવી પડશે.
વૃષભ
ઓક્ટોબર મહિનામાં આવનાર સૂર્ય ગ્રહણના કારણે વૃષભ રાશિના જાતકોના જીવનમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓ આવી શકે છે. આ સમયે તેમને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. વાણી પર સંયમ રાખો. આત્મવિશ્વાસમાં મુશ્કેલી આવી શકે છે.
મિથુન
મિથુન રાશિના જાતકો માટે સૂર્ય ગ્રહણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. એવામાં આ રાશિના જાતકોનો આત્મવિશ્વસ વધશે. સાથે જ એકાગ્રતા વધવાથી તમારા કરિયરમાં પ્રગતિ થશે. મનમાં સંતુષ્ટિનો ભાવ રહેશે. પ્રતિયોગી પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકોને પણ સફળતા મળી શકે છે. ધન-સંપદામાં વૃદ્ધિ થશે. કાર્યક્ષેત્રમાં તમારા કામની સરાહના પણ થઈ શકે છે.
કર્ક
સૂર્ય ગ્રહણના કારણે આત્મવિશ્વાસમાં કમી આવી શકે છે. વધારે ક્રોધથી બચો. વાતચીતમાં સંતુલન બનાવી રાખો. સ્વાસ્થ્યના પ્રતિ સતર્ક રહો. નોકરીમાં પરિવર્તનની સંભાવના છે.
સિંહ
સૂર્ય ગ્રહણ વખતે સૂર્ય કન્યા રાશિમાં ગોચર કરશે અને એવામાં આ રાશિના લોકોને ખાસ લાભ મળી શકે છે. લાંબા સમય સુધી રોકાયેલા કામ એક વખત ફરીથી શરૂ થઈ શકે છે. આ ગ્રહણના કારણે પરિવારના પ્રત્યે અમુક જવાબદારીઓ વધી શકે છે. પ્રેમ જીવન અને દાંપત્ય જીવનમાં ખુશી આવશે. સાથે જ કરિયારમાં પ્રગતિનો પણ યોગ બની રહે છે. આર્થિક લાભના પણ પ્રબળ યોગ છે.
કન્યા
કન્યા રાશિના જાતકો માટે ઓક્ટોબરમાં લાગતા ગ્રહણ સારા પરિણામ આપશે. આસપાસના લોકો ઘણા પ્રકારની મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. એવામાં કન્યા રાશિના જાતકોને માનસિક અને આર્થિક પડકારોનો સામનો કરવો પડી શકે છે.
તુલા
ઓક્ટોબર મહિનામાં તુલા રાશિના જાતકોને ખુશીઓ મળી શકે છે. સૂર્ય ગ્રહણના સકારાત્મક પ્રભાવ પડી શકે છે. એવામાં સમાજમાં માન-સન્માન વધશે. આત્મવિશ્વાસ વધશે. તમે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો. બધા લોકો તમારા કામના વખાણ કરશે. બિઝનેસમાં પણ તમને કોઈ મોટી ડીલ મળી શકે છે.
વૃશ્ચિક
સૂર્ય ગ્રહના કારણે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. પરંતુ મન બેચેન રહી શકે છે. પરિવારના સહયોગ મળશે. જીવન જીવવું અવ્યવસ્થિત રહેશે. નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે. મહેનત વધારે રહેશે.
ધન
સૂર્ય ગ્રહણના કારણે તમને મનમાં ઉતાર-ચડાવ રહેશે. મન પરેશાન થઈ શકે છે. બિનજરૂરી ક્રોધ અને વાદ-વિવાદ બચે છે. પરિવારની સાથે કોઈ ધાર્મિક સ્થાનની યાત્રાનો પ્લાન બનાવી શકો છો. આ સમયે તમે સ્વસ્થ્ય રહેશો.
મકર
સૂર્ય ગ્રહણના કારણે તમારૂ મન પ્રસન્ન રહેશે. આત્મવિશ્વસ વધશે. પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ચિકિત્સા સંબંધી ખર્ચ વધી શકે છે. શૌક્ષિક કાર્યોને લઈને સતર્ક રહો. વિધ્ય આવી શકે છે.
કુંભ
સૂર્ય ગ્રહણના કારણે તમારૂ મન પરેશાન રહેશે. આત્મવિશ્વાસમાં કમી આવી શકે છે. બિનજરૂરી ક્રોધ અને વાદ-વિવાદથી બચો. નોકરીમાં પરિવર્તનની સંભાવના છે. જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
મીન
સૂર્ય ગ્રહણના કારણે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. પરંતુ વધારે ઉત્સાહી ન બનો. તમારી ભાવનાઓ પર નિયંત્રણ રાખો. નોકરીમાં અધિકારીઓ સાથે મનમેળ બનાવી રાખો. બિનજરૂરી વિવાદથી બચો.