બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ગુજરાત / સુરતના સમાચાર / surat recession effect out of 29.50 crore diamonds auctioned online only 7 29 crore diamonds were sold
ADVERTISEMENT
સુરતમાં પહેલી વખત રફ હીરાની ઑનલાઇન નીલામીનું આયોજન કરવામાં આવ્યું. એમાં 29.50 કરોડના હીરાને વેંચાણ માટે રાખવામાં આવ્યા, જેમાંથી માત્ર 7.29 કરોડ રૂપિયા મૂલ્યાન હીરાનું જ વેંચાણ થયું.

ADVERTISEMENT
સુરતમાં હીરા કંપનીના માલિકોએ સ્થાનિક રીતે રફ હીરા ઉપલબ્ધ કરાવવા માટે ઑનલાઇન નીલામીનું આયોજન કર્યું હતું. આ નીલામીમાં માત્ર 25 ટકા હીરાનું વેંચાણ થયું. પન્નાની ખાણથી નિકળેલા 24000 કેરેટ કિંમત 29.50 કરોડ રૂપિયા નીલામી માટે રાખવામાં આવ્યા હતા. એમાં માત્ર 6000 કેરેટ અથવા 7.29 કરોડ રૂપિયાના હીરા જ વેચાયા.
સુરત અને ગુજરાતના વેપારીઓને સેકન્ડરી માર્કેટમાં ઊંચી કિંમત પર હીરા ખરીદવા પડે છે. એને ધ્યાનમાં રાખીને જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા સુરતમાં પહેલી વખત હીરા બુર્સ ઑનલાઇન નીલામીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નીલામીમાં મધ્યપ્રદેશની પન્નાની ખાણમાંથી મળી આવેલા રફ હીરામાં 24000 કરેટના હીરા પણ રાખવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
ઑનલાઇન નીલામીમાં અલગ અલગ આકારના રફ હીરાનું વેંચાણ રાખવામાં આવ્યું હતું, એમાંથી મોટી સાઇઝના હીરાનું વેંચાણ થયું. ઑનલાઇન નીલામી 28 સપ્ટેમ્બરથી શરૂ થઇ.

ADVERTISEMENT
નીલામીમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન ફરજીયાત કરવામાં આવ્યું હતું. એટલા માટે જીજે ઇપીસીના સભ્યોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. એ લોકોએ જ બે દિવસની આ ઑનલાઇન નીલામીમાં ભાગ લીધો હતો. એના દરેક સભ્યો સુરતના જ હતા.
નોંધનીય છે કે હીરા ઉદ્યોગમાં મંદીની અસર જોવા મળી રહી છે. તો બીજી બાજુ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રફ હીરાની ખરીદી મીટે હીરા વેપારી વિદેશ જતા રહે છે. એટલા માટે હીરાની આ નીલામીમાં અમુક લોકોએ જ ભાગ લીધો. આ હરાજીમાં મધ્યપ્રદેશની પન્નાની ખાણમાંથી મળી આવતા રફ હીરામાંથી 24000 કેરેટનો હીરો પણ રાખવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.