ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / Surat Police bullying indecent behavior

સુરત / ટોઇંગ કરેલું બાઇક લેવા આવેલા યુવક પર પોલીસે રોફ જમાવ્યો, યુવતી સાથે પણ અભદ્ર વર્તન, વીડિયો વાયરલ

Published By: Vishal

Last Updated: 01:56 PM, 4 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં પોલીસની દાદાગીરી કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે વીડિયોમાં એક યુવક ટોઇંગ કરેલી બાઈક લેવા જતાં પોલીસે ખાખી વર્દીનો રોફ જમાવી રહી છે. તો એક યુવતી પોલીસની દાદાગીરીનો વીડિયો બનાવતાં પોલીસકર્મી યુવતી સાથે પણ અભદ્ર વર્તન કરે છે.

ADVERTISEMENT

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો સુરતના અડાજણ વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. જેમાં યુવક ટોઇંગ કરેલી બાઈક લેવા માટે ગયો હતો. તે સમયે યુવકે નો પાર્કિંગમાં બાઈક પાર્ક કરેલી હોય તો તેનો પુરાવો બતાવો, તેમ પૂછતાં પોલીસે ખાખી વર્દીનો રોફ બતાવ્યો હતો અને યુવક સાથે ધક્કામુક્કી કરી હતી. એટલું જ નહીં એક પોલીસકર્મીએ યુવક પર હાથ પણ ઉઠાવ્યો હતો.

તો એક યુવતી આ સમગ્ર દ્રશ્યો મોબાઈલમાં કેદ કરી હતી. જેથી પોલીસે યુવતી સાથે પણ અભદ્ર વર્તન કર્યું હોવાનો આક્ષેપ થયો છે. એક પોલીસકર્મી યુવતીને મોબાઈલ બંધ કરી દેવા માટે તૂ તારી કરતો નજરે પડે છે. જે ફાઈન થયું હોય તે કાયદાકીય રીતે વસૂલો પણ પોલીસકર્મચારીઓ આવીરીતે ઝપાઝપી કરે છે. ત્યારે અહીં અનેક સવાલો ઉભા થાય છે.

VTVના સળગતા સવાલ:

  • શું પોલીસકર્મીઓને ખાખી વર્દીનો એટલો રોફ છે કે સામાન્ય જનતાને ટોઈંગના નામે પરેશાન કરે છે?
  • જો બાઈક નો પાર્કિંગમાં ઉભી હતી તો પોલીસે શા માટે યુવકને પુરાવો ન આપ્યો?
  • પોલીસે શા માટે યુવક પર હાથ ઉઠાવ્યો?
  • શું ટાર્ગેટ પૂર્ણ કરવા માટે પોલીસ સામાન્ય જનતાને પરેશાન કરવા પર ઉતરી આવી છે?
  • કેમ પોલીસ જનતાને પરેશાન કરે છે?
  • આમ ખુલ્લેઆમ દાદાગીરી કરવી કેટલી વ્યાજબી છે?
  • જો આમ જ ચાલતું રહ્યું તો લોકોને પોલીસ પરથી વિશ્વાસ ઉઠી જશે.

સંકળાયેલા મુદ્દાઓ

Surat Police Towing bike surat સુરત surat

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ