ફરાર / સુરતમાં પાટિદાર આગેવાન દુર્લભ પટેલ આપઘાત કેસઃ પકડથી દૂર ત્રણેય આરોપીઓને લઇને ક્રાઇમબ્રાંચને મળ્યા મહત્વના પુરાવા

surat patidar durlabh patel suicide case crime branch important evidence

સુરત જિલ્લાના માંડવીના ખંજરોલી ગામના પાટીદાર આગેવાન ક્વોરી માલિક દુર્લભભાઇ પટેલે પોતાની જ ક્વોરીમાં આપઘાત કર્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં આ કેસની તપાસને લઇને અન્ય કારણોસર શહેરમાં સૌથી વધુ ચર્ચાનો વિષય રહ્યો છે. આ કેસમાં હજુ પણ ત્રણ આરોપીઓ ક્રાઇમબ્રાંચની પકડથી દૂર છે ત્યારે આ આરોપીઓ વિદેશ ભાગી ગયા હોવાના પુરાવા મળ્યાં છે. આ અગાઉ કેસને લઇને કેટલાક પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયાં છે જ્યારે રાંદેર પોલીસ મથકના પીઆઇ સહિત અન્ય પોલીસકર્મી સહિત 11 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ