ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ફરી બદલાશે અરવલ્લીની વ્યાખ્યા? સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ અરજી, ચીફ જસ્ટિસ કરશે સુનાવણી

સુનાવણી / ફરી બદલાશે અરવલ્લીની વ્યાખ્યા? સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ અરજી, ચીફ જસ્ટિસ કરશે સુનાવણી

Published By: Mit Soni

Last Updated: 08:14 PM, 28 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રિમ કોર્ટે કરેલા નિર્ણય બાદલ અરવલ્લી પર્વતમાળા વિવાદ શાંત થવાનો નામ નથી લઈ રહ્યો ત્યારે સુપ્રિમ કોર્ટે સુઓમોટો લઈને સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે. અરવલ્લી ગિરિમાળા અંગે ગુજરાત, રાજસ્થાન સહિત રાજ્યોમાં ભારે વિરોધ થયો હતો.

ADVERTISEMENT

અરવલ્લી પર્વતમાળા અંગે સુપ્રિમ કોર્ટે કરેલા નિર્ણયથી રાજસ્થાન સહિત દેશભરમાં ભારે વિરોધ થઈ રહ્યો હતો. ત્યારે આ મામલે સુપ્રીમ કોર્ટે સુઓમોટો લઈ સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે. સોમવારે આ મામલે ચીફ જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચ સુનાવણી કરશે. આ બેન્ચમાં જસ્ટિસ ઓગસ્તટિન જ્યોર્જ અને જસ્ટિસ જે કે મહેશ્વરી પણ હશે. જોવાનું એ છે કે સુપ્રિમ કોર્ટ દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે. ત્યારે સૌ કોઈ દેશવાસીઓની નજર આ નિર્ણય પર છે.

vtv app promotion

શું છે સમગ્ર મામલો ?

નવેમ્બર 2025માં મંજૂર થયેલી વ્યાખ્યા અનુસાર આસપાસની જમીનથી 100 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતા ભૂમિ સ્વરૂપને અરવલ્લી ગણવામાં આવશે અને જો આવા બે કે વધુ પર્વતીય ભાગો એકબીજાથી 500 મીટરની અંદર હોય તો તેને અરવલ્લી પર્વતમાળા માનવામાં આવશે. સરકાર માટે આ વ્યાખ્યા જૂની વ્યવસ્થાનું વિસ્તરણ છે, પરંતુ પર્યાવરણ નિષ્ણાતો માને છે કે, આ નિર્ણયથી અરવલ્લીનો મોટો ભાગ સંરક્ષણથી બહાર થઈ શકે છે.

વધુ વાંચો: આરતી સાંગાણી અને તબલા વાદક દેવાંગ ગોહેલની લવસ્ટોરી કેવી રીતે શરુ થઈ? જાણો આખી ઘટના

અરવલ્લી કેમ એટલો મહત્વપૂર્ણ છે?

અરવલ્લી પર્વતમાળા થાર રણ અને ઉત્તર ભારત વચ્ચે એક કુદરતી અવરોધ તરીકે કાર્ય કરે છે. તે રણના વિસ્તરણને રોકે છે, ભૂગર્ભજળને સાચવે છે અને દિલ્હી–NCR સહિત ઉત્તર ભારતમાં હવાની ગુણવત્તા જાળવવામાં મદદ કરે છે. જો અરવલ્લી નબળી પડે તો થાર રણ પૂર્વ તરફ વિસ્તરી શકે છે જેના કારણે રેતીના તોફાનો, પાણીની અછત અને પ્રદૂષણ વધવાની શક્યતા રહે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Supreme Court Suo Motu Hearing Aravalli Hills Dispute Aravalli Range Case

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ