બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:36 AM, 23 June 2025
આજથી ધો.10, 12ની પૂરક પરીક્ષાનો પ્રારંભ થશે, 2.08 લાખ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે. 13 હજારથી વધુ પાસ થયેલા વિદ્યાર્થી પણ પૂરક પરીક્ષા આપશે. આ 13 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરિણામ સુધારવા માટે પરીક્ષા આપી રહ્યા છે. આ વખતે ગમે તેટલા વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકશે. 112 કેન્દ્રોમાં કુલ 646 સ્કૂલોના 6048 વર્ગખંડમાં પરીક્ષા લેવામાં આવશે.
ADVERTISEMENT
ભરૂચના 19 કેન્દ્રો પર પૂરક પરીક્ષા હાથ ધરાશે. જેમાં આજે ધોરણ 10નું પ્રથમ ભાષાનું જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું ભૌતિક વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું આંકડાશાસ્ત્ર, ભૂગોળની પરીક્ષા લેવાશે.
આ પણ વાંચોઃ આજે 12 જિલ્લાઓમાં 'ભારે વરસાદ'નું ઓરેન્જ એલર્ટ, જૂનાગઢ, વડોદરા સહિતના વિસ્તારો થશે તરબોળ
ADVERTISEMENT
વિદ્યાર્થીઓને પરીક્ષાના 1 કલાક પહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાની સલાહ આપવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.