બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Superstition claims another teenage life in Aravalli

હે ભગવાન! / અંધશ્રદ્ધાએ વધુ એકનો ભોગ લીધો: અરવલ્લીમાં સાપે ડંખ મારતા પરિવારજનો દોડ્યા ભુવા પાસે, 14 વર્ષની કિશોરીનું મોત

Malay

Last Updated: 04:34 PM, 14 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Aravalli News: અરવલ્લીના પંચાલ ગામે સાપ કરડતાં કિશોરીને લઈને ભુવા પાસે દોડ્યા પરિવારજનો, સમયસર સારવાર ન મળતાં 14 વર્ષની કિશોરીનું મોત.

 

  • અરવલ્લીમાં અંધશ્રદ્ધાએ લીધો વધુ એક કિશોરીનો ભોગ 
  • ગુજરાતમાં અંધશ્રદ્ધાએ વધુ એકનો ભોગ લીધો
  • કિશોરીને સાપ કરડતાં ભુવા પાસે દોડ્યા પરિવારજનો
  • સમયસર સારવાર ન મળતાં 14 વર્ષની કિશોરીનું મોત 

સમાજમાં અંધશ્રદ્ધાનું મુળ એવું રોપી દેવાયું છે કે લોકોના જીવ જઈ રહ્યા છે. આ પહેલા પણ ગુજરાતમાં એવા ઘણા કિસ્સા બન્યા છે, જેમાં અંધશ્રદ્ધામાં જીવ ગયા છે. ત્યારે ફરી એક વખત આવો જ બનાવ અરવલ્લીમાંથી સામે આવ્યો છે. જેમાં અંધશ્રદ્ધાએ 14 વર્ષની કિશોરીનો ભોગ લીધો છે.  

14 વર્ષની કિશોરીનું મોત 

સાપનો ડંખ લાગતા ભુવા પાસે દોડ્યા પરિજનો 
અરવલ્લીના પંચાલ ગામે 14 વર્ષની કિશોરીને સાપ કરડતાં પરિવારજનો તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવાને બદલે ભુવા પાસે લઈ ગયા હતા. જે બાદ કિશોરીની તબિયત લથડતા તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન કિશોરીનું મૃત્યુ નિપજ્યું છે. સમયસર સારવાર ન મળતા 14 વર્ષની કિશોરીનું મૃત્યુ નિપજ્યું છે. 

શરદી ઉધરસ મટાડવા લઈ જવાઈ હતી માતાજીના મંદિરે
આપને જણાવી દઈએ કે, તાજેતરમાં જ આવો બનાવ સુરેન્દ્રનગર જિલ્લામાંથી સામે આવ્યો હતો. જેમાં અંધશ્રદ્ધાએ વિરમગામની 10 મહિનાની મામુસ બાળકીનો ભોગ લીધો હતો. વિરમગામમાં રહેતા એક પરિવારની 10 મહિનાની માસુમ બાળકીને શરદી ઉધરસ થતાં તેને હોસ્પિટલમાં લઈ જવાને બદલે સુરેન્દ્રનગરના વડગામમાં માતાજીના મંદિરે લઈ જવામાં આવી હતી. જ્યાં માસુમ બાળકીને પેટના ભાગે ગરમ ગરમ સોયના ડામ આપવામાં આવ્યા હતા. ગરમ ગરમ સોઈના ડામ આપવાથી બાળકીની હાલત વધુ ગંભીર બની હતી. 

A case of superstition in Surendranagar: 10-month-old girl dies during treatment
10 મહિનાની માસુમનું નિપજ્યુું હતું મૃત્યુ

તબિયત લથડતા ખસેડાઈ હતી હોસ્પિટલમાં 
જેથી તેને 5 ઓગસ્ટે સારવાર અર્થે રાજકોટની કે.ટી શેઠ ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબો દ્વારા માસુમ બાળકીની સારવાર કરવામાં આવી રહી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન માસુમ બાળકીએ દમ તોડ્યો છે. આજે સારવાર દરમિયાન માસુમ બાળકીનું મૃત્યુ નિપજ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ