બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ગુજરાત / Bollywood / bollywood sunny leone producer bijal mehta arrest in Kutch bhuj
ADVERTISEMENT
કચ્છના ભુજમાં ફિલ્મ તેરા ઈન્તઝારના પ્રોડ્યુશર બીજલ મહેતાની ધરપકડ કરવામાં આવી છે. બોગસ દસ્તાવેજ બનાવી પ્લોટ વેચી છેતરપિંડી આચરી હોવાના આરોપસર બિજલ મહેતાની ધરપકડ કરવામાં આવી છે. બીજલ મહેતા ગાંધીધામનો જાણીતો ઉદ્યોગપતિ પણ છે

ADVERTISEMENT
કોણે કરી હતી ફરિયાદ
સુરતની એક મહિલાએ બિજલ મહેતા સામે ફરિયાદ નોંધાવી હતી. અંજાર પોલીસે ધરપકડ કરી છે જેમાં બીજલના બે દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
શેનો લાગ્યો છે આરોપ
બીજલ મહેતા ઉપર બોગસ દસ્તાવેજ રજુ કરીને જમીન વેચાણને આરોપ છે. આ મુદ્દે છેતરપિંડીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
કઈ ફિલ્મ બનાવી હતી બીજલે
તેરા ઈન્તજાર નામની ફિલ્મ બનાવી હતી બીજલ મહેતા. ફિલ્મના દિગ્દર્શક રાજીવ વાલિયા છે જ્યારે સન્ની લિયોની અને અરબાઝ ખાન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું શુટીંગ કચ્છમાં પણ કરવામાં આવ્યું હતુ. એપ્રિલ 2017માં સન્ની લિયોની અને ફિલ્મની બાકી સ્ટારકાસ્ટ કચ્છ શુંટીગ માટે આવી હતી. 1 ડિસેમ્બર 2017માં આ ફિલ્મ રીલીઝ થઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.