બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / sunil gavaskars warned rohit sharma rahul dravid of course ipl starts but team india make mistakes
Last Updated: 06:58 PM, 23 March 2023
ADVERTISEMENT
ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના વિરુદ્ધ વન ડે સિરિઝ હાર્યા બાદ અનેક દિગ્ગજોના નિશાન પર છે. પૂર્વ ભારતીય દિગ્ગજ સુનીલ ગાવસ્કરે ભારતીય ખેલાડીઓને ચેતવણી આપતા કહ્યું કે, આ વર્લ્ડ કપનું વર્ષ છે અને તમારે ફરી ઓસ્ટ્રેલિયા સાથે સામનો કરવો પડી શકે છે. તેવામાં તમારે તમારી કેમિયોને યાદ રાખવો જોઇએ, ભલે હવે આઇપીએલ શરુ થઇ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાએ ચેન્નઇમાં રમવામાં આવેલી ત્રીજા અને અંતિમ વનડેમાં ભારતને 21 રને હરાવ્યું. આ રીતે તેઓએ 3 મેચની સીરિઝ પર 2-1થી મેચ પોતાના નામે કરી. ભારત 2019 પછી ઘરઆંગણે વનડે સીરિઝ હારી ગયું. આ વર્ષે ભારતમાં ODI વર્લ્ડ કપ પણ યોજાવાનો છે.
સ્ટાર સ્પોર્ટ્સ વિશે વાત કરતા સુનીલ ગાવસ્કરે કહ્યું કે, ઓસ્ટ્રેલિયાએ સારી ફિલ્ડિંગના દમ પર ભારતીય બેટ્સમેનને શોટ લગાવવા પર મજબૂર કર્યા. તેઓએ કહ્યું કે, ભારતીય ખેલાડીઓને સરળતાથી એક પણ રન મળી રહ્યાં ના હતા, તેવામાં તેમણે ધિરજ ગુમાવી અને શોટ રમવા લાગ્યા, આવુ તે સામાન્ય રીતે કરતા નથી. ટીમે તેમને આ મોટી ખોટ વિશે ધ્યાન રાખવુ પડશે.
આઇપીએલ છે પણ ભૂલવાનું નથી
સુનીલ ગાવસ્કરે કહ્યું કે, હવે ટી 20 લીગ આઇપીએલ શરુ થવા જઇ રહી છે પરંતુ ટીમે આ ઉણપને ભૂલવી ન જોઇએ. ટીમ ક્યારેક ક્યારેક આવી ભૂલો કરે છે, પરંતુ આવુ થવુ ના જોઇએ. કારણ કે વર્લ્ડ કપમાં આપણે ફરીથી ઓસ્ટ્રેલિયાના વિરુદ્ધ ફરી મેદાનમાં ઉતરવુ પડી શકે છે. તેમણે કહ્યું કે, હવે તમે 270 અથવા 300ના સ્કોર કરવા માંગો છો તો તમારે 90 કે 100ની પાર્ટનરશિપની જરુરી છે. આમ કરવાથી તમારા લક્ષ્ય સુધી પહોંચી શકો છો.
ADVERTISEMENT
સુનીલ ગાવસ્કરે કહ્યું કે, મેચમાં ભારતીય ખેલાડી કોઇ લાંબી પાર્ટનરશિપ કરી શક્યા નથી. કેએલ રાહુલ અને વિરાટ કોહલીની વચ્ચે જરુર સારો તાલમેલ થયો, પરંતુ આ લાંબી પાર્ટનરશિપ ચાલી નહી, ઓસ્ટ્રેલિયાએ લાજવાબ ફિલ્ડિંગ કરી. તેમની બોલિંગ પણ બહુ જ સરસ હતી. તે સ્ટંપ ટૂ સ્ટંપ બોલ નાંખી રહ્યા હતા. નોંધનીય છે કે લેગ સ્પિનર એડમ જમ્પાએ મેચમાં સૌથી વધુ 4 વિકેટ લીધી હતી અને તે મેન ઓફ ધ મેચ બન્યો હતો. આ સાથે જ સીરિઝમાં 2 અડધી સદી ફટકારનાર મિશેલ માર્શને પ્લેયર ઓફ ધ સીરિઝ પસંદ કરવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT