બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
કહેવાય છે કે જીવિત રહેવા માટે માણસને 2 વખતની રોટલી મળે તો તે પૂરતું છે. પરંતુ જો તમને પુછવામાં આવે કે તમે દિવસમાં વધુમાં વધુ કેટલો ખોરાક ખાઈ શકો છો? 2, 4, 10 કિલો! પરંતુ જો તમને કહેવામાં આવે કે એક એવો રાજા હતો જે 1 દિવસમાં 35 કિલો ખોરાક ખાઈ લેતો હતો. તો તમે ચોંકી ઉઠશો!
વાત માત્ર એટલી જ નથી. તમને જાણીને નવાઈ લાગશે કે આટલું ખાવાની સાથે આ બાદશાહ ઝેર પણ પી લેતો હતો. હા અમે વાત કરી રહ્યા છીએ ગુજરાતના છઠ્ઠા સુલતાન મહમૂદ બેગડાની. બાદશાહ મહમૂદ બેગડાને ખાવાનો એટલો શોખ હતો કે તે એક દિવસમાં 35 કિલો જેટલું ભોજન એકલા ખાતા હતા.
ADVERTISEMENT
સૌથી લાંબા સમય સુધી કર્યું હતું સાશન
સુલતાન મહમૂદ બેગડા પોતાની બહાદુરીને કારણે જેટલો પરાક્રમી યોદ્ધા તરીકે પ્રખ્યાત હતો. તેટલો જ તેના ખાવાના કારણે પણ પ્રખ્યાત હતો. તેઓ માત્ર 13 વર્ષની વયે સમ્રાટ બન્યા અને 53 વર્ષ સુધી શાસન કર્યું. તે સમયે સમ્રાટ તરીકે આ સૌથી લાંબું શાસન હતું. તેઓ 1459 ઈ.સ થી 1511 ઈ.સ સુધી બાદશાબ રહ્યા હતા.
સુલતાન મહમૂદ બેગડા ફિટ બોડીનો માલિક હતો. રિપોર્ટ્સ અનુસાર તેમનું વ્યક્તિત્વ આકર્ષક હતું. તેમની દાઢી અને મૂછો પણ ખૂબ લાંબી હતી. તેના મજબૂત શરીરને પુષ્કળ ખોરાકની જરૂર પડતી હતી અને તેથી તેમનો ખોરાક ઘણો વધારે હતો.
ADVERTISEMENT
કઈ રીતે નામમાં જોડાયું બેગડા?
માત્ર 13 વર્ષની વયે રાજગાદી સંભાળનાર મહમૂદ બેગડાને તેમના વંશનો સૌથી પ્રતાપી અને વીર શાસક કહેવામાં આવે છે. તેઓ તેમના શાસન દરમિયાન એક શક્તિશાળી યોદ્ધા તરીકે પ્રખ્યાત હતા. 'ગીરનાર', જૂનાગઢ અને ચાંપાનેરના કિલ્લાઓ પર વિજય મેળવ્યા બાદ તેમને 'બેગડા'નું બિરુદ આપવામાં આવ્યું હતું.
શું ખાતો હતો સુલતાન?
સુલતાન બેગડા સવારના નાસ્તામાં એક વાટકી મધ, એક વાટકી માખણ અને 100-150 કેળા આરામથી ખાતા હતા. યુરોપિયન અને ફારસી ઈતિહાસકારોએ તેમની વાર્તાઓમાં ઉલ્લેખ કર્યો છે કે તેઓ દરરોજ એક ગુજરાતી મણ જેટલો ખોરાક ખાતા હતા. સાથે જ બપોરે ભરપૂર જમ્યા બાદ તેઓને મીઠાઈ ખાવાનો પણ શોખ હતો. સમ્રાટ દરરોજ ડેઝર્ટમાં 4.6 કિલો ગળ્યા ભાત ખાતા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.