બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ભારત / Sukhdev singh Gogamedi Murder Case: Murder mastermind Rohit Godara is hiding in Canada

ખુલાસો / સુખદેવ સિંહ ગોગામેડી મર્ડર કેસ: શૂટર્સની ધરપકડ થઈ ગઈ પણ સોપારી આપનાર માસ્ટરમાઇન્ડ વિદેશમાં! જાણો કઈ રીતે રચ્યું ષડ્યંત્ર

Parth

Last Updated: 02:21 PM, 10 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાનો રાજ ખૂલી ગયો, દિલ્હી અને રાજસ્થાન પોલીસે ત્રણ મુખ્ય આરોપીને ઝડપી પાડયા છે જે બાદ માસ્ટરમાઇન્ડના નામનો ખુલાસો પણ થઈ ગયો છે.

  • રોહિત રાઠોડ ઝડપાયો પણ રોહિત ગોદારા ફરાર 
  • વિદેશમાં છુપાઈને બેઠો છે માસ્ટરમાઇન્ડ ગોદારા 
  • શૂટર્સને આપવામાં આવ્યા હતા 50 50 હજાર રૂપિયા 

સુખદેવ સિંહ પર ગોળીઓ ચલાવનાર હત્યારા તો ઝડપાઇ ગયા છે પરંતુ આ કાંડનો માસ્ટરમાઇન્ડ રોહિત ગોદારા છે અને તે હાલમાં વિદેશમાં છે. 

બંને શૂટર નીતિન અને રોહિતને હત્યા માટે 50 50 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. ચંડીગઢ બાદ બંનેનો પ્લાન ગોવા જવાનો હતો, ગોવા બાદ સાઉથ ઈન્ડિયામાં છૂપાઈ જવા માંગતા હતા હત્યારાઓ. જોકે આવું કઈ થાય તે પહેલા જ બંનેની ધરપકડ થઈ ગઈ . 

કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા મામલે મોટો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે કેનેડામાં બેઠા બેઠા હત્યાનું આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. 

કેનેડામાં છે રોહિત ગોદારા? 
ગોગામેડીની હત્યા કરનારા બે શૂટર્સ રોહિત રાઠોડ અને નીતિન ફૌજીની ગઇકાલે મોડી રાતે જોઇન્ટ ઓપરેશનમાં ધરપકડ કરવામાં આવી છે. જોકે આ સમગ્ર હત્યાનો માસ્ટરમાઇન્ડ તો રોહિત ગોદારા હોવાનું સામે આવ્યું છે. આશંકા છે કે રોહિત ગોદારા અત્યારે કેનેડામાં રહે છે. સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા સાથે જોડાયેલા ગોલ્ડી બરાડ તથા લૉરેન્સ બિશનોઈ સાથે રોહિત ગોદારા સંપર્કમાં છે. રોહિત ગોદારાએ હત્યા કરવાની જવાબદારી વીરેન્દ્રને સોંપી હતી અને વીરેન્દ્રએ નીતિન ફૌજી તથા રોહિત રાઠોડને સોપારી આપી હતી. 

સુખદેવ સિંહે બળાત્કારનો કેસ નોંધાવ્યો ત્યારથી જ લેવો હતો બદલો 
વીરેન્દ્ર ચરણ અને ગોદારાની મુલાકાત રાજસ્થાનની એક જેલ માં થઈ હતી. સૂત્રો અનુસાર સુખદેવ સિંહ ગોગામેડીએ એક મહિલાને ન્યાય અપાવવા માટે રોહિત ગોદારા સામે બળાત્કારનો કેસ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, ત્યારથી જ ગોદારાને બદલો લેવો હતો. જેલમાં જ વીરેન્દ્ર ચરણ અને રોહિત ગોદારાએ હત્યાનો પ્લાન બનાવ્યો. 

ફિલ્મ જોઈને હત્યા કરવા આવ્યા હતા રોહિત રાઠોડ અને નીતિન 
આટલું જ નહીં આ હત્યારાઓ આરામથી એનિમલ મૂવી જોઈને આવ્યા હતા હતા અને કુખ્યાત ગેંગસ્ટર લૉરેન્સ બિશનોઈ ગેંગના વીરેન્દ્રએ આ હત્યારાઓએ ગોગામેડીની હત્યા કરવા માટે સોપારી આપી હતી. વીરેન્દ્રએ નીતિનને આ સોપારી આપી હતી અને નીતિન કહી રહ્યો છે કે તેને એ વાતની ખબર નહોતી કે સુખદેવ સિંહ કોણ હતા, એ લોકોએ ફોટો જોયો અને હત્યાને અંજામ આપી. 

સોપારી આપનાર વીરેન્દ્ર પહેલેથી જ શૂટર્સના સંપર્કમાં હતો અને નીતિન તથા રોહિત રાઠોડને આ હત્યાકાંડ કરવા માટે ટાસ્ક આપ્યો હતો. 

હત્યા બાદથી જ રાજસ્થાન સહિત દેશભરમાં હતો આક્રોશ 
નોંધનીય છે કે ગોગામેડીની હત્યા બાદથી જ રાજસ્થાન સહિત દેશભરના ક્ષત્રિય સમાજના લોકોમાં ભારે આક્રોશ હતો. રાજસ્થાનમાં તો હજારો યુવાનોએ રસ્તા પર ઉતરીને વિરોધ પણ કર્યો હતો. આજે પણ લોકો આ હત્યારાઓનું એન્કાઉન્ટર કરી દેવાની માંગ કરી રહ્યા છે ત્યારે હત્યારાઓને પકડવા માટે રાજસ્થાન પોલીસે ખાસ ટીમની રચના કરી હતી. રાજસ્થાન ક્રાઇમ બ્રાન્ચ અને દિલ્હી પોલીસના એક જોઇન્ટ ઓપરેશનમાં મુખ્ય ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 

પાંચમી ડિસેમ્બરે જ્યારે ગોગામેડી જયપુરમાં પોતાના આવાસમાં બેઠા હતા ત્યારે જ હત્યારાઓએ ગોળીઓથી તેમની ઘાતકી હત્યા કરી હતી. હત્યાના CCTV ફૂટેજ પણ બહાર આવ્યા હતા. ગોગામેડી અગાઉ ઘણીવાર કહી ચૂક્યા હતા કે મારા જીવને જોખમ છે, તેમ છતાં રાજસ્થાન સરકાર દ્વારા કોઈ જ સુરક્ષા આપવામાં નહોતી, જેના કારણે તેમના પત્નીએ રાજ્ય સરકારના મોટા અધિકારીઓ તથા તે સમયના મુખ્યમંત્રી અશોક ગેહલોત સામે પણ ફરિયાદ નોંધાવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ