ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Suicide of a policeman in Ahmedabad

મારી છેલ્લી NOTE / 'મિત્રો તમે કાચા પડ્યા મને સાચવવામાં, બહેન તારા ભાઈમાં હવે સહનશક્તિ નથી' : આપઘાત કરનાર પોલીસકર્મીના અંતિમ શબ્દો રડાવી દેશે

Published By: Malay

Last Updated: 05:06 PM, 7 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલે 3 વર્ષની દીકરી અને પત્ની સાથે 12મા માળેથી કૂદીને ટૂંકાવ્યું જીવન, તેમણે તેમના મિત્રને મોકલેલી સુસાઈટ નોટ હાલમાં બધે ફરતી થઈ છે.

ADVERTISEMENT

  • કુલદીપસિંહે આત્મહત્યા કર્યા પહેલાં મિત્રને કર્યો હતો મેસેજ
  • મેસેજમાં ગ્રેડ-પેનો કર્યો હતો ઉલ્લેખ
  • IPS અધિકારીઓના લીધે પગાર વધતો ન હોવાનો મેસેજમાં ઉલ્લેખ


અમદાવાદ શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ યાદવે પત્ની અને પોતાની 3 વર્ષની દીકરી સાથે ગોતા વિસ્તારમાં આવેલી દિવા હાઈટ્સ નામની બિલ્ડિંગના 12માં માળેથી પડતું મૂકીને આપઘાત કર્યો છે. પોલીસકર્મીના સામૂહિક આપઘાતના પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલ સોલા પોલીસે આપઘાત પાછળના ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

મિત્રને કર્યો હતો છેલ્લો મેસેજ

કુલદીપસિંહે આપઘાત કરતાં પહેલાં તેમના મિત્રો, પરિવારજનોને સંવેદનશીલ સલાહ-સૂચનો આપ્યા હતા. આપઘાત કરનારા આ પોલીસકર્મીએ મિત્રોને યાદ કરી તેમની વાતોને મેસેજમાં વાગોળી હતી. આ ઉપરાંત બાકી રહેલા 1000 રૂપિયા ઘરેથી લઈ જવા જણાવ્યું હતું. 

છેલ્લા મેસેજમાં ગ્રેડ-પેનો ઉલ્લેખ

કુલદીપસિંહે મિત્રને કરેલા છેલ્લા મેસેજમાં ગ્રેડ-પેનો ઉલ્લેખ કર્યો હતો. કુલદીપસિંહે IPS અધિકારીઓના લીધે પગાર વધતો ન હોવાનો મેસેજમાં ઉલ્લેખ કર્યો હતો. ગ્રેડ-પેનો ઉલ્લેખ કરતા તેમણે લખ્યું હતું કે, પોલીસનો ગ્રેડ પે વધે એ મારી અંતિમ ઈચ્છા છે અને આઈપીએસ અધિકારીઓ જ પગાર વધવા દેતા નથી.

પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ યાદવે લખ્યું કે, આઈપીએસ અધિકારીઓ પૈસા બહુ ખાય છે. તેમણે મેસેજમાં માતા-પિતાને સંબોધીને પણ મેસેજ કર્યા હતા. તેમની સૂસાઈડ નોટ બધે વાયરલ થઈ છે. હાલ સોલા પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે કે, પોલીસકર્મી કુલદીપસિંહના સાસરિયાઓ તરફથી કોઈ દબાણ કે અન્ય પરેશાની હતી કેમ. ત્યારે પોલીસની તપાસમાં શું સામે આવે છે તે જોવાનું રહેશે.  

 

 

 

સંકળાયેલા મુદ્દાઓ

Suicide of a policeman અમદાવાદમાં આપઘાત પોલીસકર્મીનો આપઘાત પોલીસબેળામાં ખળભળાટ police officer Suicide

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ