બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Sudhir Vaghani of Gariadhar is likely to resign

VTV Exclusive / ઓપરેશન લોટસ: ભૂપત ભાયાણી બાદ વધુ 2 MLAની પડશે AAPમાં વિકેટ, ગારિયાધાર અને બોટાદના ધારાસભ્યો કહેશે રામરામ!

Priykant Shrimali

Last Updated: 11:37 AM, 13 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

MLA Sudhir Vaghani Latest News: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં ઓપરેશન લોટસ ? AAP MLA  ભૂપેશ ભાયાણીના રાજીનામાં બાદ હજી એક ધારાસભ્ય આપી શકે છે રાજીનામું

  • AAPના ધારાસભ્ય પદેથી વધુ બે ધારાસભ્યો રાજીનામા આપે તેવી અટકળો
  • VTVNEWS પાસે EXCLUSIVE માહિતી
  • બોટાદના AAPના ધારાસભ્ય ઉમેશ મકવાણા પણ રાજીનામુ આપે તેવી ચર્ચા
  • ગારિયાધારના AAPના ધારાસભ્ય સુધીર વાઘાણી રાજીનામુ આપે તેવી શક્યતા

MLA Sudhir Vaghani : લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં AAPને એક મોટો ફટકો લાગ્યો છે. AAP ધારાસભ્ય ભૂપત ભાયાણીએ વિધાનસભા અધ્યક્ષને મળીને રાજીનામું આપી દીધું છે. આ તરફ હવે ફરી એક મોટા સમાચાર સામે આવ્યા છે કે, ભૂપત ભાયાણી બાદ વધુ એક ધારાસભ્ય પણ રાજીનામું આપી શકે છે. મહત્વનું છે કે, વિસાવદર બેઠક પરથી ચૂંટણી જીતેલા AAP ધારાસભ્ય ભૂપત ભાયાણી ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. 

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં AAPને એક મોટો ફટકો લાગ્યો છે. AAP ધારાસભ્ય ભૂપત ભાયાણીએ વિધાનસભા અધ્યક્ષને મળીને રાજીનામું આપી દીધું છે. આ તરફ હવે ફરી એક મોટા સમાચાર સામે આવ્યા છે કે, ભૂપત ભાયાણી બાદ વધુ 2 ધારાસભ્ય પણ રાજીનામું આપી શકે છે. મહત્વનું છે કે, વિસાવદર બેઠક પરથી ચૂંટણી જીતેલા AAP ધારાસભ્ય ભૂપત ભાયાણી ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. 

કોણ છે ભૂપત ભાયાણી ? 
સૌરાષ્ટ્રની વિસાવદર બેઠક રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની પરંપરાગત બેઠક ગણાતી હતી. કેશુભાઈ બાદ હર્ષદ રિબડિયા કોંગ્રેસની ટિકિટ પર બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ગત ચૂંટણી પહેલા તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા પરંતુ AAPના ઉમેદવાર ભૂપત ભાયાણીએ તેમને લગભગ 7 હજારના માર્જીનથી હરાવ્યા હતા. ભાયાણી BJP ગોત્રના છે તેઓ બે વર્ષ પહેલા પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ પહેલા તેઓ સરપંચ પણ રહી ચુક્યા છે. 

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી સરકાર રચાય તે પહેલા પાર્ટીનો આંકડો 156થી વધીને 157 પર પહોંચે તે નિશ્ચિત છે. બીજી તરફ 3 અપક્ષ ધારાસભ્યો પણ ભાજપમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાની બાયડ બેઠક પરથી અપક્ષ ચૂંટણી જીતેલા ધવલસિંહ ઝાલા, વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્ર ગોહિલ અને બનાસકાંઠાની ધાનેરા બેઠક પરથી અપક્ષ ચૂંટણી જીતેલા માવજીભાઈ દેસાઈ પણ ભાજપમાં જોડાવા માટે તૈયાર છે. જો બધુ બરાબર રહેશે તો આગામી દિવસોમાં આ ત્રણ ધારાસભ્યો પણ ભાજપના પક્ષમાં આવશે. આ ત્રણેય પણ ભાજપના ગોત્રના હોવાથી ટિકિટ ન મળવાને કારણે બળવાખોર તરીકે ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

MLA Sudhir Vaghani Sudhir Vaghani ગારીયાધાર ધારાસભ્ય ભૂપેશ ભાયાણી રાજીનામું વિસાવદર સુધિર વાઘાણી MLA Sudhir Vaghani
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ