Success story of yash shah gridle in startup kitli
સ્ટાર્ટ-અપ કીટલી /
એક ઍવરેજ સ્ટુડન્ટથી સફળ બિઝનેસમેનઃ તકલીફને તકમાં તબદીલ કરી નાંખી
Team VTV09:10 PM, 13 Aug 19
| Updated: 09:21 PM, 13 Aug 19
Yash Shah - 28 વર્ષનો આ યુવક ભણવામાં સામાન્ય હતો પરંતુ તેના ખ્વાબ હંમેશા અસામાન્ય રહ્યાં હતાં. 2013માં એક પ્રોજેક્ટ દરમ્યાન અભિષેક દોશી અને અનુપમા પંચાલ સાથે સંપર્કમાં આવ્યાં અને પાર્ટ ટાઈમ પ્રોજેક્ટ શરૂ કર્યો. પ્રોજેક્ટ દરમ્યાન ફાઈલ્સ શૅરિંગ કરવાની જે તકલીફો પડી તેમાં તેમને તક દેખાઈ. આ તકલીફો અન્ય મોટી કંપનીઓને પણ પડતી હશે તેવા વિચાર સાથે એક સોફ્ટવેર સોલ્યુશન બનાવવાનું નક્કી કર્યુ. બસ, ત્યારથી ત્રણેય મિત્રો કૂદી પડ્યાં અને કંપનીઓ સાથે મળીને તેમના ફીડબેક મેળવીને સર્જન કર્યુ ગ્રીડલ (Gridle) નામના સોફ્ટવેરનું. જેમાં એક જ જગ્યાએ ફાઈલ શૅરિંગ, ઑડિયો-વીડિયો કોન્ફરન્સિંગ, ચૅટ, ટાસ્ક લિસ્ટ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટૂલ્સ વગેરે એક જ જગ્યાએ મળી રહે. બસ, હવે આ પ્રોડક્ટ અન્ય કંપનીઓને ગમવા લાગી અને તેમનો સંઘર્ષ સફળતામાં બદલાવા લાગ્યો. ત્યારે જાણીએ આ ગુજરાતી આન્ત્રોપ્રિન્યૉર યશ શાહ વિશે...