સ્ટાર્ટ-અપ કીટલી / આ 3 અમદાવાદીઓએ દેશની મોટી સમસ્યાનું સૉલ્યુશન શોધી કાઢતી કંપની બનાવી

દેશમાં અમદાવાદ છઠ્ઠું સૌથી મોટું શહેર છે. ત્યારે મોટા શહેરની સૌથી મોટી સમસ્યા હોય છે વધતું પ્રદૂષણ. આ જ સમસ્યાનો હલ શોધવાનું નક્કી કર્યુ અમદાવાદના ત્રણ યુવાનોએ. પ્રદૂષણની સમસ્યા શોધવા માટે જરૂરી હોય છે તેનો ડેટા એકત્ર કરવાનો એટલે કે મૉનિટરિંગ કરવાનો. બસ આ જ કામ કરવા અંકિત વ્યાસ, વૃષાંક વ્યાસ અને સોહિલ પટેલે બનાવ્યું એક કૉમ્પેક મૉનિટરિંગ ડિવાઈસ અને સ્થાપના કરી Oizom (ઑઈઝોમ) કંપનીની. ઑઈઝોમે એક એવું ઍર ક્વૉલિટી મૉનિટર ડિવાઈસ બનાવ્યું છે જે સોલર પેનલથી ચાલે છે અને તેને સરળતાથી કોઈ પણ જગ્યાએ લગાવી શકાય છે. આજે આ ત્રણેય યુવાઓની અનોખી શોધ રંગ લાવી છે અને દેશ-વિદેશના શહેરોમાં માંગ ઊભી થઈ છે. ત્યારે જાણીએ તેમની સંઘર્ષથી સફળતા સુધીની કહાની...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ