બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / subsidy of Rs 300 on LPG gas cylinders for Ujjwala Beneficiaries

સરકારી યોજના / LPG ગ્રાહકો માટે સારા સમાચાર, ગેસ સિલિન્ડર પર મળશે 300 રૂપિયાની સરકારી સબસિડી

Vidhata

Last Updated: 12:48 PM, 13 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે ઈંધણના ભાવમાં વધારાને કારણે મે 2022માં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સિલિન્ડર દીઠ 200 રૂપિયાની સબસિડી આપી હતી. ઓક્ટોબર 2023માં તે વધારીને 300 રૂપિયા કરી દેવામાં આવી. આ સબસિડી દર વર્ષે 12 એલપીજી સિલિન્ડર પર મળે છે.

ચાલુ નાણાકીય વર્ષમાં એટલે કે એપ્રિલ 2024થી માર્ચ 2025 સુધી કરોડો લોકોને LPG સિલિન્ડર પર સબસિડી મળશે. આ સબસિડી 300 રૂપિયાની હશે અને તેનો લાભ માત્ર 12 સિલિન્ડર પર જ મળશે. તેના લાભો મેળવવા માટે, ઉજ્જવલા યોજના સાથે જોડાયેલ હોવું ફરજિયાત છે. તમને જણાવી દઈએ કે ઉજ્જવલા યોજના હેઠળ 9 કરોડથી વધુ લોકો જોડાયેલા છે.

જાણો ઉજ્જવલા યોજનાની વિશે 
 
હકીકતમાં, ગયા માર્ચમાં કેન્દ્ર સરકારે ઉજ્જવલા યોજના હેઠળ ગરીબ મહિલાઓને સિલિન્ડર દીઠ 300 રૂપિયાની સબસિડી વધારવાની જાહેરાત કરી હતી. આ સબસિડી અગાઉ માર્ચ 2024 સુધી હતી જે હવે વધારીને 31 માર્ચ 2025 સુધી લંબાવી દેવામાં આવી છે. સબસિડી સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં ચૂકવવામાં આવે છે.

ક્યારથી મળી રહી છે સબસિડી 

કેન્દ્ર સરકારે ઈંધણના ભાવમાં વધવા પર મે 2022માં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સિલિન્ડર દીઠ 200 રૂપિયાની સબસિડી આપી હતી. ઓક્ટોબર 2023માં આ સબસિડી વધારીને 300 રૂપિયા કરી દેવામાં આવી હતી. આ સબસિડી દર વર્ષે 12 એલપીજી સિલિન્ડર પર ઉપલબ્ધ છે. આ પગલાથી લગભગ 10 કરોડ પરિવારોને ફાયદો થવાની આશા છે. આના માટે 12,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

વધુ વાંચો: સ્માર્ટફોનમાં કયું ડિસ્પ્લે બેસ્ટ? જાણો LCD, OLED અને AMOLED વચ્ચે શું તફાવત

2016 માં થઈ હતી શરૂઆત 

તમને જણાવી દઈએ કે ગ્રામીણ અને વંચિત ગરીબ પરિવારોને રસોઈ બનાવવા માટે સ્વચ્છ ઇંધણ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) પ્રદાન કરવા માટે, સરકારે મે, 2016 માં ગરીબ ઘરોની પુખ્ત મહિલાઓને કોઈપણ ડિપોઝિટ વિના એલપીજી કનેક્શન આપવા માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (એલપીજી) શરૂ કરી હતી. લાભાર્થીઓને ગેસ કનેક્શન મફતમાં આપવામાં આવ્યા પરંતુ તેઓને બજાર કિંમતે એલપીજી સિલિન્ડર ભરાવવાની જરૂર પડે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ