કોઈ પણ માતા-પિતા માટે દીકરીના ભણતર અને લગ્નના ખૂબ મોટા સપના હોય છે. આ સપનાઓ પૂરા થઇ શકે તે સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના વરદાન સ્વરૂપ છે. સ્મોલ સેવિંગ સ્કીમ હેઠળ સરકારે સુકન્યા સમૃદ્ધિ નામની એક ખાસ યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના ભારત સરકારની બેટી બચાવો, બેટી પઢાઓ અંતર્ગત એક મહત્વની યોજના છે. જેમાં રોકાણ કરીને દીકરીના 18 વર્ષ પૂરાં થવા પર અને લગ્ન સમયે રકમ મેળવી શકાય છે.
દીકરીના શિક્ષણ અને લગ્નમાં ઉપયોગી યોજના
બે કે તેથી વધુ દીકરીઓના માતા-પિતા વધુમાં વધુ ત્રણ ખાતા ખોલાવી શકે
દેશની કોઈ પણ પોસ્ટઓફીસ અથવા બેંકમાં ખોલાવી શકાય છે
પ્રતીકાત્મક તસવીર
દીકરીની ઉંમર 10 વર્ષ સુધી છે તો અમે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ મળશે લાભ
આ યોજનામાં દીકરીનાં નામે 15 વર્ષ સુધી વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા વાર્ષિકનું રોકાણ કરી શકાય છે અને 1000 રૂપિયા પ્રતિ વર્ષ ન્યૂનતમ જમા રાશી રકમ છે. ખાતું ખોલાવતા સમયે 250 રૂપિયાની રકમ જમા કરવાની રહે છે. આ રકમ દીકરીના શિક્ષણ અને લગ્નમાં ઉપયોગી થઇ શકે છે. જો તમારી દીકરીની ઉંમર 10 વર્ષ સુધી છે તો અમે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું ખોલાવી શકો છો. આ રોકાણમાં ટેક્સમાં છૂટ મળે છે.
બેથી વધુ દીકરીઓ હોય તો કેટલા ખાતાં ખુલી શકે
સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ એક દીકરીનું એક ખાતું ખોલાવી શકે છે. જે ઘરમાં બે કેથી વધુ દીકરીઓ છે તે વધુમાં વધુ ત્રણ ખાતા ખોલાવી શકે છે. 10 વર્ષથી ઓછા ઉંમરની દીરકીઓ માટે 250 રૂપિયાથી ખાતું ખોલાવી શકાય છે. દીકરીના 18 વર્ષ પૂરાં થવા પર અડધી રકમ કાઢી શકાય છે. જયારે દીકરીના લગ્નપ્રસંગ સમયે બાકીની રકમ કાઢી શકાય છે.
સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું તમે દેશના કોઈ પણ પોસ્ટ ઓફીસ કે બેંકમાં જઈ ખોલાવી શકો છો. ત્યાં જઈને તમારે એક ફ્રોમ ભરવાનું રહે છે. ફોર્મની સાથે જમા રાશિની રકમ રોકડ, ડ્રાફ્ટ અથવા ચેકથી પણ આપી શકાય છે. તે બાદ ખાતું ખુલી જશે. આ ખાતાંની એક પાસબુક પણ આપવામાં આવશે.
સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ વાર્ષિક 8.4 ટકા વ્યાજ મળે છે. દરવર્ષે ભારત સરકાર દ્વારા તેનું વ્યાજ દર નક્કી કરવામાં આવે છે. સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું દીકરી 21 વર્ષની થાય ત્યાં સુધી અથવા તો 18 વર્ષની ઉંમર બાદ લગ્ન સમય સુધી આ ખાતું ચાલુ રાખવું પડશે.
ખાતાંમાં રકમ રોકડ, ડીમાન્ડ ડ્રાફ્ટ, ચેક દ્વારા જમા કરાવી શકાય છે
ઈલેક્ટ્રોનિક ટ્રાન્સફરથી પણ રકમ જમા કરાવી શકાય છે
ખાતું ટ્રાન્સફર થઇ શકે છે ?
સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું દેશમાં ગમે ત્યાં ટ્રાન્સફર કરી શકાય છે. જો તમે કોઈ બીજી જગ્યાએ શિફ્ટ થાઓ છો તો તે ખાતું ટ્રાન્સફર કરાવી શકાય છે. જોકે તેના માટે માતા-પિતા શિફ્ટ થઇ રહ્યા છે તેની સાબિતી આપવી પડશે. નોંધનીય છે કે જે બેંક અને પોસ્ટ ઓફીસમાં કોર બેન્કિંગ સુવિધા છે ત્યાં સુકન્યા સમૃદ્ધિ યોજના એકાઉન્ટ ઈલેક્ટ્રોનિક રીતે જ ટ્રાન્સફર થઇ શકે છે