બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / USમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર! સ્ટુડન્ટ્સને મળી શકે અમેરિકાનું ગ્રીન કાર્ડ

NRI / USમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર! સ્ટુડન્ટ્સને મળી શકે અમેરિકાનું ગ્રીન કાર્ડ

Last Updated: 12:02 PM, 31 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NRI News: શું અમેરિકામાં ભણતા વિદ્યાર્થીઓને ગ્રીન કાર્ડ (Green Card) મળશે? આ અંગે ટ્રમ્પ (Donald Trump) ના નજીકના ગણાતા એલન મસ્કે (Elon Musk) મોટી જાહેરાત કરી છે. ત્યારે અમેરિકામાં ભણતા દરેક યુવાનોને ગ્રીન કાર્ડ આપવા અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે.

NRI News: ઘણા ભારતીય યુવાનોનું સપનું હોય છે કે તે અમેરિકા (America) જઈને શિક્ષણ મેળવે અને પછી ત્યાંથી પાછા આવીને લાખો રૂપિયાની નોકરી મેળવે, જયારે ઘણા યુવાનોનું સપનું હોય છે કે અમેરિકા જઈને અભ્યાસ કરીને ત્યાં જ સેટલ થઈ જાય. ત્યારે હવે અમેરિકામાં અભ્યાસ કરીને પછી નોકરી મેળવીને અહીં જ સ્થાયી થવાની આ ઈચ્છા પણ પૂરી થઈ શકે છે. અમેરિકામાં ભણતા દરેક યુવાનોને ગ્રીન કાર્ડ (Green Card) આપવા અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ના નજીકના ગણાતા એલન મસ્કે (Elon Musk) આ અંગે ચર્ચા છેડી દીધી છે.

એલન મસ્કે X પર કરી પોસ્ટ

એલન મસ્કે (Elon Musk) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter) પર લખ્યું કે, તમે અમેરિકાને વિજેતા બનાવવા માંગો છો કે હારેલું. જો તમે વિશ્વના શ્રેષ્ઠ ટેલેન્ટને કોઈ બીજા દેશમાં કામ કરવા મોકલશો તો અમેરિકા હારેલું બની જશે. જો તમે ટેલેન્ટને અહીં જ રોકી લેશો તો તમે અમેરિકાને વિજેતા બનાવી શકો છો. મસ્કે તો ત્યાં સુધી કહી દીધું કે સિલિકોન વેલીમાં એન્જિનિયરિંગ ટેલેન્ટની હંમેશાથી અછત રહી છે. કેટલા ટેલેન્ટની જરૂર છે.

એક અહેવાલમાં અમેરિકા (America) માં ન્યૂઝ ચેનલ ચલાવતા મારિયો નોફાલને ટાંકીને જણાવવામાં આવ્યું, એકલા સેમિકન્ડક્ટર ઉદ્યોગને જ વર્ષ 2032 સુધીમાં લાખો એન્જિનિયરોની જરૂર છે. આ ઉદ્યોગને આગળ લઈ જવા માટે $250 બિલિયનથી વધુના રોકાણની જરૂર પડશે. મારિયોએ કહ્યું કે એલન મસ્કના જણાવ્યા અનુસાર, આ સમયે AI નિષ્ણાતોની માંગ સૌથી વધુ છે અને દેશમાં ટેલેન્ટ પણ ઝડપથી તૈયાર થવું જોઈએ. જો નિષ્ણાતોની અછત હશે, તો AI થી સેમિકન્ડક્ટર સુધીના તમામ ઉદ્યોગોને નુકસાન થશે.

PROMOTIONAL 12

શું કહે છે અમેરિકન નિષ્ણાતો

સેલ્સફોર્સ ડોટ કોમના CEO માર્ક બેનિઓફે એલન મસ્ક (Elon Musk) ના આ મુદ્દા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, 'શું આપણે અમેરિકી યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવનારને યુએસ ગ્રીન કાર્ડ આપી શકીએ. આપણી યુનિવર્સિટીઓમાંથી નીકળતા શ્રેષ્ઠ ટેલેન્ટને દેશની બહાર જવા દેવાને બદલે આપણે તેમને આપણા દેશમાં જ રાખવા જોઈએ જેથી કરીને તેઓ આપણી અર્થવ્યવસ્થાના વિકાસ અને મજબૂતીકરણમાં ફાળો આપી શકે.'

આ પણ વાંચો: USમાં ભારતીય ટેક વર્કર્સનો વિરોધ કેમ! H-1B વિઝાને લઇ છેડાયો વિવાદ, જાણો સમગ્ર મામલો

હાલમાં આ રીતે મળે છે ગ્રીન કાર્ડ

અમેરિકા (America) માં ગ્રીન કાર્ડ (Green Card) મેળવવા માટે, વ્યક્તિએ USCIS વેબસાઈટ પર ફોર્મ I-485 ભરીને ઓનલાઈન અરજી કરવી પડે છે. આ પ્રક્રિયા એટલી જટિલ હોય છે કે ગ્રીન કાર્ડ માટે ઘણા વર્ષો સુધી રાહ જોવી પડી શકે છે. જેને લીધે અમેરિકામાં ગ્રીન કાર્ડ (Green Card) મેળવવું ખૂબ જ મુશ્કેલ છે. જો અમેરિકી સરકાર એલન મસ્કના સૂચનને માની લે છે તો ભારતીય વિદ્યાર્થીઓને સૌથી વધુ ફાયદો થશે. દર વર્ષે હજારો ભારતીય યુવાનો અભ્યાસ માટે અમેરિકા જાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Donald Trump US Green Card Elon Musk
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ