બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Students of another school in Surat ordered to close the school after coming infected with corona

ફૂંફાડો / સુરતની વધુ એક શાળાના વિધાર્થીઓ કોરોના સંક્રમિત આવતા શાળા બંધ કરવા આદેશ

Mehul

Last Updated: 04:22 PM, 8 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં અડાજણની એક શાળામાં ત્રણ વિધાર્થીઓ કોરોના સંક્રમિત થતા મહાનગર પાલિકાએ એક સપ્તાહ માટે શાળા બંધ કરી દેવા આદેશ. શાળામાં રેપીડ એન્ટીજન ટેસ્ટીંગમાં ત્રણ વિદ્યાર્થીઓ પોઝિટીવ.

  • સુરતની શાળાઓમાં કોરોના સંક્રમણથી ચિંતા 
  • અઠવાડીયા માટે શાળાઓ બંધ કરવા આદેશ 
  • મહાપાલિકાના સામૂહિક ટેસ્ટીંગ માં આવ્યા કેસ 


ગુજરાતમાં ઓમિકોનની દહેશત કોરોના સંક્રમણ હજુ પણ ફૂંફાડો મારી રહ્યો છે. સુરતમાં અડાજણની એક શાળામાં ત્રણ વિધાર્થીઓ કોરોના સંક્રમિત થતા મહાનગર પાલિકાએ એક સપ્તાહ માટે શાળા બંધ કરી દેવા આદેશ આપ્યા છે. 

મહાનગર પાલિકા સુરતે અડાજણ વિસ્તારની રીવર ડેલ શાળામાં વિધાર્થીઓનું સામૂહિક ટેસ્ટીંગ આયોજિત કર્યું હતું. વિધાર્થીઓને કોરોના સંક્રમણ ટ્રેસ થતા 147 વિધાર્થીઓનો ટેસ્ટીંગ હાથ ધરાયો હતો. મહાપાલિકાના આરોગ્ય વિભાગના રેપીડ એન્ટીજન ટેસ્ટીંગમાં ત્રણ વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા પ્રસાશને એક સપ્તાહ માટે શાળા બંધ કરી દેવા આદેશ આપ્યા હતા. 

સુરત શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ટ્રાવેલ હિસ્ટ્રી ન હોય તેવા લોકો પણ કોરોના પોઝિટિવ આવતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. ગઈ કાલે અડાજણની બે શાળામાં વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું હતું, સંસ્કાર ભારતી અને રિવરડેલ સ્કૂલના બે વિદ્યાર્થીઓ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તંત્ર દ્વારા 120 વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતો, આમ એકાએક કોરોના કેસમાં ઉછાળો આવતા સુરત મનપા દ્વારા માસ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ સંસ્કાર ભારતી અને રિવરડેલ સ્કૂલ 7 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. શાળામાં બે બાળકોનો રિપોર્ટિ પોઝિટિવ આવતા અન્ય બાળકોમાં સંક્રમણ ફેલાવાની આશંકાએ શાળા સંચાલકોએ નિર્ણય લીધો છે, મનપાના નિર્દેશ બાદ શાળાને 7 દિવસ માટે બંધ કરાઈ છે. 

સુરત શાળા સંચાલકો અને પાલિકાની બેદરકારી 

સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. ઓમિક્રોનની દહેશત યથાવત છે ત્યારે શાળામાં બાળકોના સંક્રમણનો ખતરો પણ વધ્યો છે. ત્યારે મનપા અને શાળાઓ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે અડાજણની સંસ્કારભારતી શાળાની વિદ્યાર્થીનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો બાદ પણ વિદ્યાર્થિની શાળાએ આવી રહી હતી. ચાર દિવસ પહેલા વિદ્યાર્થીની બિમાર પડી હતી ત્યારબાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો જોકે  શાળા સંચાલકોએ ટેસ્ટિંગમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યાનો ઇન્કાર કરી રહ્યા છે. કોરોનાનો કેસ આવ્યા છતાં બાળકો શાળાએ આવ્યા હતા તેથી શાળા સંચાલકો અને પાલિકાની બેદરકારી સામે સવાલો ઉઠી રહ્યા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ