બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / Statement of farmers regarding the agricultural relief package announced by the state government

નિવેદન / 'તાત જ્યારે માંગશે તો તમારી જેવા નેતાઓ...', કૃષિ સહાય પેકેજને લઇ જુઓ શું બોલ્યા ગુજરાતના ખેડૂતો

Dinesh

Last Updated: 04:06 PM, 23 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નર્મદા પૂરના પાણીથી ખેડૂતોને થયેલા નુકસાન બાબતે રાજ્ય સરકાર દ્વારા પેકેજ જાહેર કરાયું છે, જે મુદ્દે ખેડૂતોએ કહ્યું કે, હેક્ટર દીઠ 50 હજારના ખર્ચ સામે 25 હજારની જાહેરાત ઓછી છે

 

  • પૂરના પાણીથી ખેડૂતોને મોટું નુકસાન 
  • સરકારના પેકેજ મુદ્દે ખેડૂતોની પ્રતિક્રિયા 
  • ખર્ચ સામે સહાય ઓછી હોવાનો ખેડૂતોનો તર્ક 

તાજેતરમાં ગુજરાતમાં ત્રાટકેલા વરસાદના પગલે તેમજ નર્મદા સહિતના ડેમમાં સતત પાણીની આવક નોંધતા ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવતા ઠેર ઠેર જગ્યાએ વિનાસ વર્યો છે. નર્મદાના પૂરના પાણીથી ખેડૂતોને ખેતી પાકમાં મોટું નુકસાન થયું છે. નર્મદા, ભરૂચ, વડોદરા સહિતના ખેડૂતોના ખેતરોમાં જળબંબાકરની સ્થિતિનું નિમાર્ણ થયું છે. જેને લઈ સરકારે રાહત પેકેજ પણ જાહેર કર્યું છે. જે પેકેજ મુદ્દે ખેડૂતોની પ્રતિક્રિયા સામે આવી છે. 

ખેડૂતો સહાય પેકેજથી અસંતુષ્ટ !
રાજ્ય સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરાતા ખેડૂતોની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, ધાનપોર ગામના ખેડૂતો સહાય પેકેજથી અસંતુષ્ટ છે.  હેક્ટર દીઠ 50 હજારના ખર્ચ સામે 25 હજારની જાહેરાત ખૂબ ઓછી કહેવાય જેથી સરકાર અમને વધુ સહાય આપે.

'ખૂબ મહેનત પછી આ પાક તૈયાર થાય છે'
ખેડૂતોએ જણાવ્યું કે, બાગાયત ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ ખૂબ ઓછું કહેવાય કારણે કે, જે બાગાયાતી ખેતી પાછળ ખર્ચો પણ વધુ થાય છે તેમજ ખૂબ મહેનત પછી આ પાક તૈયાર થાય છે. તેમજ અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું તે પ્રમાણે તો સહાય તો ફક્ત ખેતરની સફાઈ કરવામાં જ ખર્ચાઈ જાય તેવી પરિસ્થિતિ છે. વધુમાં કહ્યું કે, હજુ સુધી અહીં વીજ પુરવઠો ખોરવાયેલો છે તે બાબતે સત્વરે કામગીરી શરૂ કરવી જોઈએ. ખેડૂત જગતનો તાત છે, અમે માંગણીયા નથી અને તાત જ્યારે માંગશે તો તમારા જેવા નેતાઓની ખાવાનું વારો પણ નહી આવે. ખેડૂતોએ કહ્યું કે, સરકારનો આ પેકેજ બુલબુલા જેવો છે જે પથ્થરમારો અને ફૂટી જાય અનેક ઘણું નુકસાન સામે સામાન્ય રકમ ફાળવવામા આવી છે. સરકારને અમે કહીએ છીએ કે, અમને પેકેજ ન આપો અમારો જે પાકમાં નુકાસાન થયો છે તે પાક તૈયાર કરી આપો. 

કૃષિ સહાય જાહેર
રાજ્ય સરકારે આજે કૃષિ સહાય જાહેર કરી છે. જે મુજબ 33 ટકાથી વધુ નુકસાન થયુ હશે તેને સહાય અપાશે. આ સાથે હેક્ટર દીઠ રૂ.25 હજારની મર્યાદામાં સહાય મળશે. ખેડૂતને ખાતા દીઠ 2 હેક્ટરમાં સહાય મળશે. આ સાથે બાગાયતી પાકોમાં મહત્તમ 1.25 લાખની સહાય બે હેક્ટરની મર્યાદામાં ચૂકવવાનો નિર્ણય લેવાયો છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ