બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Statement by Minister of State for Home Harsh Sanghvi, There will be 28 thousand new recruitments in the police department
Vishnu
Last Updated: 10:32 PM, 30 September 2021
ADVERTISEMENT
સરકારી નોકરી માટે તૈયારી કરતાં વિદ્યાર્થીઑ માટે મોટા સમાચાર આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક કાર્યક્રમ દરમિયાન નિવેદન આપ્યું છે કે પોલીસ વિભાગમાં 28,500 નવી ભરતીઓ કરવાંઆ આવશે. આવનાર દિવસમાં આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારે કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષથી અટકી પડેલી ભરતીઑ હવે એક બાદ એક આવી રહી છે. આ પહેલા પંચાયત વિભાગમાં પણ 15000ની ભરતી આવશે જેની સરકારના મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.આમ પોલીસની 28,500 અને પંચાયત વિભાગની 15000 થઈ 40 થી 42 હજારની મોટી ભરતીની જાહેરાત ટુંક સમયમાં થઈ શકે છે.જણાવી દઈએ કે હજુ ભરતીની ઓફિસિયલ જાહેરાત કરવામાં આવી નથી, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગાંધીનગર ખાતે આંજણા ચૌધરી સમાજનો સન્માનના કાર્યક્રમ દરમિયાન ભરતી બાબતે આ નિવેદન આપ્યું છે. સાથે જ TRB જવાનો એક પણ રૂપિયો ન ઉઘરાવે તેવો નિર્ણય લીધો હોવાની હામ ભરી છે.
હજુ ગઈકાલે જ LRD ભરતી માટે બોર્ડની રચના કરાઇ
ગુજરાત પોલીસ વિભાગ દ્વારા લેવાનારી LRD ભરતી માટે એક બોર્ડની રચના કરવામાં આવી છે. આ બોર્ડની રચના પોલીસ- વર્ગ-3 માટે કરવામાં આવી છે. LRD બરતી બોર્ડમાં 4 જેટલા IPSનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બોર્ડના અધ્યક્ષ IPS હસમુખ પટેલ રહેશે.આ ઉપરાંત, IPS વાબાંગ જમીર,IPS નીરજ બડગુજર,અને IPS લીના પાતીલ્નોઓ સમાવેશ કરવામાં આવ્યો છે. 4 IPS સાથે ગૃહ વિભાગના નાયબ સચિવનો પણ આ બોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રવેશ ભરતી પરીક્ષા માટે 1 ઓક્ટોબરથી 21 ઓક્ટોબર સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. હથિયારધારી અને બિન હથિયારધારી LRD અને SRPમાં ભરતી કરવામાં આવશે.
ADVERTISEMENT
શારીરિક કસોટી પહેલા પછી લેખિત હશે
આ વખતે પ્રવેશ પરીક્ષા શારીરિક કસોટીની લેવાશે.અત્યાર સુધીની તમામ પરીક્ષાઓમાં પહેલા લેખિત પરીક્ષા લેવાતી હતી. પરંતુ આ વર્ષે પહેલા શારીરિક કસોટીનાં માર્ક્સ તૈયાર થયા પછી તેમાંથી 8 ગણા ઉમેદવારોને લેખિત પરીક્ષામાં બોલાવાશે. શારીરિક કસોટી અને ત્યાર બાદ લેખિત પરીક્ષાના માર્ક્સ મળ્યા બાદ બે ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે. આમ LRDઅને SRPનીઆગામી દિવસોમાં યોજાનારી પરીક્ષા માટે બોર્ડની રચના થઇ ગઈ છે.હવે, LRD અને SRPમાં જોડવા માંગતા યુવાઓએ પોતાના શારીરિક કૌશલ્ય પાછળ અત્યારથી જ મહેનત આરંભી દેવી જોઈએ.કારણકે, શારીરિક કસોટી પાસ કર્યા બાદ, તેના મેરીટ આધારે જ તમારું આગળનું ભવિષ્ય નક્કી થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.