બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / state bank of india cuts mclr by 35 bps across all tenors from apr 10

ગૂડ ન્યૂઝ / SBIના ગ્રાહકોને 10 દિવસમાં બીજી મોટી રાહત, હોમ અને ઓટો લોનમાં થશે ફાયદો

Published By: Krupa

Last Updated: 09:34 PM, 7 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SBI(એસબીઆઇ) એ મંગળવારે માર્જિન કૉસ્ટ ઑફ લેન્ડિંગ રેટમાં 35 બેસિસ પોઇન્ટ્સ એટલે કે 0.35 ટકાનો ઘટાડો કરી દીધો છે, અને આ નવા દર 10 એપ્રિલથી લાગૂ થશે.

  • SBI થી હોમ લોન લીઘી છે તો પછી તમારા માટે ખુશીના સમાચાર છે
  • જો કે કોઇ પ્રકારની ડિપૉઝીટ કરી છે તો પછી એમાં થોડો ઝટકો લાગશે
  • નવા દર 10 એપ્રિલથી લાગૂ થશે

જો તમે દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંકથી હોમ લોન લીઘી છે તો પછી તમારા માટે ખુશીના સમાચાર છે. તો બીજી બાજુ જો તમે આ બેંકમાં કોઇ પ્રકારની ડિપૉઝીટ કરી છે તો પછી એમાં થોડો ઝટકો લાગશે. 

વાસ્તવમાં એસબીઆઇ (SBI)એ મંગળવારે મંગળવારે માર્જિન કૉસ્ટ ઑફ લેન્ડિંગ રેટમાં 35 બેસિસ પોઇન્ટ્સ એટલે કે 0.35 ટકાનો ઘટાડો કરી દીધો છે, અને આ નવા દર 10 એપ્રિલથી લાગૂ થશે. 

આ બદલાવ સાથે જ બેંકે એક વર્ષની એમસીએલઆર 7.75 ટકાથી ઘટીને 7.40 ટકા પર આવી ગઇ છે. આ ઘટાડાનો સૌથી વધારે ફાયદો હોમ લોનના ગ્રાહકોને મળવાનો છે. આ ઉપરાંત તમામ પ્રકારની રિટેલ લોન ગ્રાહકોને પણ એનો ફાયદો મળશે. 

હોમ લોનની EMIમાં થશે આટલી બચત 
SBI તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટાડાની સાથે MCLRથી લિંક્ડ 30 વર્ષના સમયની હોમ લોનની EMI પ્રતિ લાખના હિસાબથી 24 રૂપિયા ઓછી થઇ જશે. એટલે કે કોઇએ આ બેંક પાસેથી 30 વર્ષ માટે 30 લાખ રૂપિયાની લોન લીધી છે તો એની ઇએમઆઇ 720 રૂપિયા ઓછી થઇ જશે. 

વ્યાજદરમાં ઘટાડાનો નિર્ણય
આ ઉપરાંત SBIએ તમામ સમય મર્યાદાના રિટેલ અને બલ્ક જમા પર પણ વ્યાજ દરમાં 0.20 ટકાથી એક ટકા સુધીના ઘટાડાની જાહેરાત કરી છે. SBIએ મંગળવારે 7 એપ્રિલે એક નિવેદન જારી કરીને જણાવ્યું કે સેવિંગ અકાઉન્ટમાં 1 લાખ સુધીની જમા રકમ પર 3 ટકા વ્યાજ મળશે, જ્યારે 1 લાખથી ઉપરની જમા રકમ પર 2.75 ટકા વ્યાજ મળશે. આ બદલાવ 15 એપ્રિલથી લાગૂ થશે. 

નોંધનીય છે કે આરબીઆઇએ 27 માર્ચે મૉનેટરી પૉલિસી રિવ્યૂની જાહેરાત કરતા રેપો રેટમાં 0.75 ટકાના ઘટાડાની જાહેરાત કરી હતી. ત્યારબાદ SBIએ પણ પોતાના વ્યાજદરોમાં 0.75 ટકાનો ઘટાડો કરી દીધો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

SBI State Bank of India business આરબીઆઇ એસબીઆઇ વ્યાજ દર Good News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ