ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / "ભારતીય સેનાને આપવા માંગુ છું એશિયા કપ મેચની ફી", પ્રચંડ જીત બાદ કેપ્ટનનું મોટું એલાન
Last Updated: 06:25 AM, 29 September 2025
ADVERTISEMENT
Asia Cup 2025 : ભારતીય ક્રિકેટ ટીમે 2025ના એશિયા કપમાં વિજય મેળવી ઇતિહાસ સર્જી દીધો છે. આ રોમાંચક ફાઈનલમાં ભારતે પોતાના પરંપરાગત પ્રતિસ્પર્ધી પાકિસ્તાનને હરાવ્યું અને નવો ઈતિહાસ રચ્યો. આ જીત સાથે ભારતે નવમી વખત એશિયા કપ જીતીને સૌથી સફળ ટીમ તરીકે પોતાનું સ્થાન પાક્કું કર્યું છે. પરંતુ આ જીતમાં એટલું જ અનોખું ઘડાયું કે, જીત બાદ પણ ભારતીય ટીમે એશિયા કપ ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, કારણ કે ટ્રોફી આપનારા હતા પાકિસ્તાનના ગૃહમંત્રી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ મોહસીન નકવી. આ તરફ સુર્યકુમાર યાદવે એક મોટી જાહેરાત પણ કરી નાખી.
ADVERTISEMENT
સૂર્યકુમાર યાદવે કરી મોટી જાહેરાત
ક્રિકેટ મેદાનમાં જીત પછી સૂર્યકુમાર યાદવે વધુ એક ઉદાર ઉદાહરણ આપ્યું. તેમણે જાહેરાત કરી કે તેઓ પોતાની આખી એશિયા કપ ટૂર્નામેન્ટની મેચ ફી ભારતીય સેનાને આપશે. સુર્ય કુમાર યાદવે કહ્યું કે, હું આ જીત ભારતીય જવાનોને સમર્પિત કરું છું. સરહદે જે રીતે તેઓ દેશ માટે લડી રહ્યાં છે, એ અવિસ્મરણીય છે. મને ખુશી છે કે હું મારી રીતે થોડું યોગદાન આપી શકું છું. આ નિર્ણય ભારતભરમાં પ્રશંસાનો વિષય બન્યો છે. ભારતીય કેપ્ટને અગાઉ એશિયા કપની પહેલી મેચ જીત્યા બાદ પોતાની મેચ ફી સેના અને પહેલગામ હુમલામાં શહીદ થયેલા લોકોના પરિવારોને સમર્પિત કરી હતી.
ADVERTISEMENT
🚨India cricket captain Suryakumar Yadav says that he is going to donate all his match-fees from #AsiaCup2025 to the Indian Army!#INDvPAK #SuryakumarYadav pic.twitter.com/ISY8zDHUrW
— Cricbuzz (@cricbuzz) September 28, 2025
હું મારી બધી મેચ ફી ભારતીય સેનાને દાન કરવા માંગુ છું : સૂર્યકુમાર યાદવ
ADVERTISEMENT
કેપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું, હું આ ટુર્નામેન્ટમાં રમાયેલી બધી મેચો માટે મારી મેચ ફી ભારતીય સેનાને દાનમાં આપવા માંગુ છું. જોકે મેચ પછીના પુરસ્કાર સમારોહમાં ભારતે તેમના મેડલ અને ટ્રોફી સ્વીકારી ન હતી જેનાથી દર્શકો અને ખેલાડીઓ બંને નિરાશ થયા હતા. પાકિસ્તાન તરફથી એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના પ્રમુખ મોહસીન નકવી ભારતીય ટીમને ટ્રોફી રજૂ કરવાના હતા પરંતુ ભારતીય ખેલાડીઓએ તે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આખી ભારતીય ટીમે ટ્રોફી વિના મેદાનમાં ઉજવણી કરી.
પહેલી મેચ પણ સમર્પિત હતી
ADVERTISEMENT
ભારતીય ટીમે એશિયા કપ 2025 ની પોતાની પહેલી મેચ 14 સપ્ટેમ્બરના રોજ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે રમી હતી. ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને મેચ જીતી લીધી. મેચ પછીની પ્રેઝન્ટેશનનો ભાગ રહેલા સૂર્યકુમાર યાદવે આ જીત ભારતીય સેના અને પહેલગામ હુમલાના પીડિતોને સમર્પિત કરી. હવે ફાઇનલ પછી સૂર્યાએ ભારતીય સેના અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
BCCI તરફથી ₹21 કરોડનું રોકડ ઇનામ
ADVERTISEMENT
ભારતની વિજયગાથાને વધાવતા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સમગ્ર ટીમ માટે ₹21 કરોડના રોકડ ઇનામની જાહેરાત કરી છે. BCCIના સચિવ જય શાહે કહ્યું કે, અમે ટીમના શાનદાર પ્રદર્શન પર ગર્વ કરીએ છીએ. ત્રણેય મેચ એકતરફી રહી. ખાસ કરીને પાકિસ્તાન સામેની જીત હંમેશાં ખાસ હોય છે. આ પુરસ્કાર ટીમના દરેક ખેલાડી અને સપોર્ટ સ્ટાફને સમર્પિત છે. ભારત એશિયા કપનો સૌથી સફળ ચેમ્પિયન છે. અત્યારસુધી ભારતે 9 વખત આ ખિતાબ પોતાના નામે કર્યો છે. વિજેતાપદનાં વર્ષો: 1984, 1988, 1990-91, 1995, 2010, 2016, 2018, 2023 અને હવે 2025.

ADVERTISEMENT
ટ્રોફી ન સ્વીકારવાનો નિર્ણય
વિજય બાદ ભારતીય T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે સ્પષ્ટ કહ્યું કે આખી ટીમે ટ્રોફી ન સ્વીકારવાનો ઐક્યમતથી નિર્ણય કર્યો હતો. તેમણે કહ્યું કે, ટ્રોફી જીતનારી ટીમને લાયક હોવી જોઈએ અને એવી ટ્રોફી કોઈ રાજકીય પ્રેરણાથી એનાયત ન થવી જોઈએ. અમે સતત બે દિવસ મેચ રમી, ભારે મહેનત કરી અને આ જીત મેળવી હતી. આવી જીત બાદ અમારા માટે સમ્માનથી ટ્રોફી સ્વીકારવી મહત્વપૂર્ણ હતી, પણ અમે નકવી પાસેથી એ સ્વીકારવાનું યોગ્ય માન્યું નહીં. સૂર્યકુમારના આ નિવેદન બાદ એ સ્પષ્ટ થયું કે આ નિર્ણય માત્ર રાજકીય સંદર્ભમાં નહોતો, પણ એક ઊંડા ભાવનાત્મક અને નૈતિક આધારે લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : ભારતે પાકિસ્તાની નકવીના હાથે ન લીધી ટ્રોફી, દુબઈમાં મેચ બાદ હાઈવોલ્ટેજ ડ્રામા
મેચ પછીના પ્રેઝન્ટેશનમાં પણ વિલંબ થયો. લગભગ એક કલાક સુધી કોઈ સ્પષ્ટતા ન થતાં અવ્યવસ્થાનો માહોલ બન્યો. સંજોગ એવા ઊભા થયા કે જ્યારે મોહસીન નકવી પોડિયમ પર પહોંચ્યા, ત્યારે ભારતીય ટીમે ટ્રોફી લેવા સ્પષ્ટ ઇનકાર કરી દીધો. કાર્યક્રમ આયોજકોને ટ્રોફી હટાવી દેવી પડી. અહેવાલો અનુસાર, ભારતીય ટીમ માત્ર અમીરાત ક્રિકેટ બોર્ડના ઉપપ્રમુખ ખાલિદ અલ ઝરૂની પાસેથી જ ટ્રોફી લેવાની ઈચ્છા ધરાવતી હતી, પણ તે વિનંતી નકવીએ નામંજૂર કરી દીધી.
સંકળાયેલા મુદ્દાઓ