બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ભારતે પાકિસ્તાની નકવીના હાથે ન લીધી ટ્રોફી, દુબઈમાં મેચ બાદ હાઈવોલ્ટેજ ડ્રામા
Last Updated: 02:12 AM, 29 September 2025
પાકિસ્તાનના ગૃહમંત્રી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ મોહસિન નકવી ફાઈનલ બાદ સ્ટેજ પર ટ્રોફી લઈને ઉભા રહ્યા, પરંતુ ભારતીય ખેલાડીઓએ સ્પષ્ટ શબ્દોમાં ઈન્કાર કર્યો કે તેઓ નકવીના હાથથી ટ્રોફી સ્વીકારશે નહીં. બે કલાક સુધી હાઈવોલ્ટેજ ડ્રામા ચાલ્યો અને સ્ટેજ પર નકવી રાહ જોયા કરતા રહ્યા અને ભારતીય ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં જ રહ્યા. આખરે ભારતે પોતાનું સ્ટેન્ડ જાળવી રાખ્યું અને સ્પષ્ટ કરી દીધું કે નકવી સ્ટેજ પરથી નહીં ઉતરે ત્યાં સુધી તેઓ એવોર્ડ સ્વીકારશે નહીં. અંતે નક્કી થયું કે ભારતીય ટીમ એવોર્ડ સેરેમનીમાં ભાગ નહીં લે.
ADVERTISEMENT
𝗖. 𝗛. 𝗔. 𝗠. 𝗣. 𝗜. 𝗢. 𝗡. 𝗦 🏆
— BCCI (@BCCI) September 28, 2025
A dominant performance capped by an unbeaten campaign 💪
Congratulations to #TeamIndia on winning #AsiaCup2025 🇮🇳 🥳
Scorecard ▶️ https://t.co/0VXKuKPkE2#Final pic.twitter.com/n9fYeHfByB
ADVERTISEMENT
14 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાનના પહેલા મુકાબલામાં જ ખેલાડીઓએ હાથ મિલાવવા ઈન્કાર કર્યો હતો. ત્યારથી જ ચર્ચા હતી કે ભારતીય ટીમ કોઈ પાકિસ્તાની અધિકારી પાસેથી ટ્રોફી નહીં લે. એ જ વાત ફાઈનલ બાદ સાચી નીકળી.
ADVERTISEMENT
મોહસિન નકવીનો રુખ શરૂઆતથી જ ભારત વિરોધી રહ્યો છે. તેમણે ફાઈનલ પહેલા જ ICC પાસે ભારતીય કેપ્ટન સુર્યકુમાર યાદવને પ્રતિબંધિત કરવાની માગ કરી હતી. સુર્યકુમારે પહલગામના આતંકી હુમલાના શહીદોને સમર્પિત જીત જાહેર કરી હતી, જેને લઈને પાકિસ્તાનની કડક પ્રતિક્રિયા આવી હતી.
વધુ વાંચો: પાકિસ્તાન પર ફરી સ્ટ્રાઈક! ટીમ ઈન્ડિયા બની એશિયા કપ ચેમ્પિયન, તિલક-કુલદીપ ચમક્યા
ADVERTISEMENT
આ ફાઈનલ પહેલીવાર હતી જ્યારે ભારત-પાકિસ્તાન એશિયા કપના ફાઈનલમાં ભીડ્યાં. મેદાન પર ભારતે પાકિસ્તાનને હરાવી નવમી વાર એશિયન ચેમ્પિયન બન્યું, પણ મેદાન બહાર ટ્રોફી સેરેમનીમાં થયેલા આ વિવાદે આખા ટૂર્નામેન્ટ પર રાજકીય છાંયો પાથરી દીધો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.