બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:10 AM, 29 September 2025
એશિયા કપ 2025 ની ફાઇનલ મેચ ભારત અને પાકિસ્તા વચ્ચે રમાઈ હતી. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા ભારતને 147 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતીય ટીમે 19.4 ઓવરમાં જીત મેળવી પાકિસ્તાનને હરાવ્યું હતું. ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. ભારતની જીતનો હિરો તિલક વર્મા અને કુલદીપ યાદવ રહ્યા હતા.
ADVERTISEMENT
જો ભારતીય ટીમની બેટિંગની વાત કરવામાં આવે તો અભિષેક શર્મા જલ્દી આઉટ થયા બાદ ભારતીય ટીમ દવાબમાં આવી ગઈ હતી. અભિષેક 5 રન બનાવીને આઉટ થયો હતો.પાકિસ્તાન સામેના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતની શરૂઆત ખરાબ રહી હતી 10 રનમાં બે વિકેટ ગુમાવી દીધી. કેપ્ટન સૂર્યકુમાર યાદવ ફરી વાર બેટિંગમાં નિષ્ફળ ગયો હતો.ભમન ગિલ 10 બોલમાં 12 રન બનાવીને આઉટ થયો. તિલક અને દુબેએ પાંચમી વિકેટ માટે 60 રનની પાર્ટનરશિપ થઈ હતી. તિલક વર્મા ભારતીય ટીમના જીતનો હિરો રહ્યો હતો. તેને 53 બોલમાં 69 રન કર્યા હતા.
ADVERTISEMENT
તિલક વર્મા અને સંજુ સેમસનએ ચોથી વિકેટ માટે અડધી સદીની પાર્ટનરશીપ કરી હતી.એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાને ભારતને શરૂઆતમાં જ ફટકો આપ્યો હતો, પરંતુ તિલક વર્મા અને સેમસનએ જવાબદારી સંભાળી અને ટીમને મુશ્કેલીમાંથી બચાવી હતી.
એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાને ભારતને 147 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો ભારત તરફથી કુલદીપ યાદવે શાનદાર બોલિંગ કરતા 4 ઓવરમાં માત્ર 30 રન આપીને 4 વિકેટ લીધી હતી.
ADVERTISEMENT
પાકિસ્તાનને 19.1 ઓવરમાં 146 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. પાકિસ્તાન તરફથી ઓપનર સાહિબજાદા ફરહાને સૌથી વધુ 57 રન બનાવ્યા હતા, જ્યારે કુલદીપ યાદવે ભારત તરફથી ચાર વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલે બે-બે વિકેટ લીધી હતી.
સાહિબજાદા ફરહાન અને ફખર ઝમાને પાકિસ્તાનને મજબૂત શરૂઆત અપાવી હતી અને પાવરપ્લેમાં ભારતય સ્પિનરો પર આ બંને બેટ્સમેનો ભારે પડ્યા હતા. સાહિબજાદાએ પણ અડધી સદી ફટકારી હતી, પરંતુ વરુણ ચક્રવર્તીએ સાહિબજાદાને આઉટ કરીને પાર્ટનરશિપ તોડી હતી. પાકિસ્તાન તરફથી ફખર ઝમાને 46 અને સૈમ અયુબે 14 રન બનાવ્યા.
ADVERTISEMENT
ત્રણ પાકિસ્તાની બેટ્સમેન મોહમ્મદ હરિસ, શાહીન આફ્રિદી અને ફહીમ અશરફ પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા નહીં, જ્યારે કેપ્ટન સલમાન આગાએ 8, હુસૈન તલતે 1, મોહમ્મદ નવાઝે 6 અને હરિસ રૌફે 1 રન બનાવ્યા.

ADVERTISEMENT
બંને ટીમોની પ્લેઇંગ-11
ભારત: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, શુભમન ગિલ, તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, રિંકુ સિંહ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, વરુણ ચક્રવર્તી
ADVERTISEMENT
વધુ વાંચો: VIDEO: વરુણની ફીરકીમાં ફસાયો 'ગન સેલિબ્રેશન' વાળો પાક બેટર, આઉટ થતાં જ કરી આ હરકત
પાકિસ્તાનઃ સલમાન અલી આગા (કેપ્ટન), સાહિબજાદા ફરહાન, ફખર ઝમાન, સૈમ અયુબ, હુસૈન તલત, મોહમ્મદ હરિસ (વિકેટકીપર), મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, શાહીન શાહ આફ્રિદી, હરિસ રઉફ, અબરાર અહેમદ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.