ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO: વરુણની ફીરકીમાં ફસાયો 'ગન સેલિબ્રેશન' વાળો પાક બેટર, આઉટ થતાં જ કરી આ હરકત

IND vs PAK / VIDEO: વરુણની ફીરકીમાં ફસાયો 'ગન સેલિબ્રેશન' વાળો પાક બેટર, આઉટ થતાં જ કરી આ હરકત

Last Updated: 10:17 PM, 28 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત સામેની એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાનના બેટ્સમેન સાહિબજાદા ફરહાને અડધી સદી ફટકારી હતી. આ એ જ ફરહાન છે જેણે ભારત સામેની સુપર ફોર મેચમાં પોતાના ગન સેલિબ્રેશનથી હંગામો મચાવ્યો હતો.

ADVERTISEMENT

દુબઈમાં રમાયેલા એશિયા કપ 2025ના ફાઇનલમાં ભારત સામે પાકિસ્તાની ઓપનર સાહિબઝાદા ફરહાને અડધી સદી જડી. પરંતુ આ વખતે તેમનો જુદો અંદાજ જોવા મળ્યો. અગાઉ ભારત વિરુદ્ધ સુપર-ફોર મુકાબલામાં કરેલા ગન સેલિબ્રેશનને લઈને ભારે વિવાદ થયો હતો, જ્યારે ફાઇનલમાં ફરહાન શાંત રહ્યો હતો.

ફરહાન અને ફખર જમાને પાકિસ્તાનને સારી શરૂઆત અપાવી હતી. બંનેએ મળીને 9.4 ઓવરમાં 84 રનની ભાગીદારી કરી. પરંતુ 10મી ઓવરમાં વરૂણ ચક્રવર્તીએ ફરહાનનો શિકાર કર્યો. અડધી સદી પૂર્ણ કર્યા બાદ ફરહાન વધુ એક મોટો શોટ રમવા ગયા, પરંતુ તેમનો પુલ શોટ સીધો તિલક વર્માના હાથમાં ગયો. આઉટ થતા ફરહાને ગુસ્સામાં બેટ જમીન પર પછાડ્યું હતું.

આઉટ થવા પહેલાં ફરહાને 38 બોલમાં 57 રન બનાવ્યા હતા, જેમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે ફરહાને વરुણ ચક્રવર્તીની પીછલી જ ડિલિવરી પર છગ્ગો ફટકાર્યો હતો, પણ આગળના જ બોલ પર તેમનો શોટ નિષ્ફળ રહ્યો.

વધુ વાંચો : VIDEO: સૂર્યા બાદ રવિ શાસ્ત્રીએ પણ PAK કેપ્ટન સાથે ન મળાવ્યો હાથ, ટોસ પછી વાત પણ નહીં

આ વખતે ન કર્યું 'ગન સેલિબ્રેશન'

સુપર-ફોર મુકાબલામાં ફિફ્ટી બાદ ફરહાને 'ગન સેલિબ્રેશન' કર્યું હતું, જેના કારણે ICCએ તેમને ચેતવણી આપી હતી. પરંતુ ફાઇનલમાં ફરહાને માત્ર બેટ ઉંચકીને દર્શકોને અભિવાદન કર્યું. ડ્રેસિંગ રૂમમાં બેઠેલા સાથી ખેલાડીઓએ પણ તેમની ઇનિંગ્સ પર તાળીઓ પાડી પ્રશંસા કરી. ભારત સામે સતત બીજા મુકાબલામાં ફરહાને અડધી સદી જડતાં પોતાની ફોર્મ દર્શાવી, પરંતુ આઉટ થવાની તેમની પ્રતિક્રિયા ચર્ચાનો વિષય બની ગઈ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IndiaPakistanMatch AsiaCupFinal IND vs PAK
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ