ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / રવિન્દ્ર જાડેજાને મોટો ફટકો! એક ઝાટકે 4,00,00,000 રૂપિયાનું નુકસાન

આઇપીએલ / રવિન્દ્ર જાડેજાને મોટો ફટકો! એક ઝાટકે 4,00,00,000 રૂપિયાનું નુકસાન

Published By: Ajitsinh Jadeja

Last Updated: 05:30 PM, 15 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2026 Player Trade updates: આઇપીએલ રિટેન્શન પહેલા કુલ 8 ખેલાડીઓએ ટીમ બદલી છે. આ ખેલાડીઓમાં રવિન્દ્ર જાડેજા, સંજુ સેમસન અને મોહમ્મદ શમીનો સમાવેશ થાય છે.

ADVERTISEMENT

Ravindra Jadeja Salary: રવિન્દ્ર જાડેજા આઇપીએલ 2026ની સિઝનમાં હવે નવા રૂપમાં જોવા મળી શકે છે. અત્યાર સુધી રવિન્દ્ર ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમતો હતો જો કે હવે આગામી સિઝનમાં રાજસ્થાન રોયલ્સ માટે રમશે. તેની જગ્યાએ રાજસ્થાન રોયલ્સે સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સને ટ્રેડ કર્યો છે. મહત્વની વાત એ છે કે સંજુ સેમસનને કોઈ પૈસાનું નુકસાન થયું નથી, જ્યારે રવિન્દ્ર જાડેજાને રૂપિયા 4 કરોડનું નુકસાન થયું છે.

રવિન્દ્ર જાડેજાનો પગાર

રવિન્દ્ર જાડેજાએ ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે આઇપીએલમાં 12 સીઝન રમી હતી, પરંતુ હવે આ દિગ્ગજ ઓલરાઉન્ડર રાજસ્થાન રોયલ્સ માટે રમશે. રાજસ્થાન રોયલ્સે સંજુ સેમસનના બદલામાં રવિન્દ્ર જાડેજાને લીધો છે. રસપ્રદ વાત એ છે કે, રાજસ્થાન રોયલ્સ રવિન્દ્ર જાડેજાને રૂપિયા 14 કરોડ આપશે,જો કે ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે દર સીઝનમાં તેને રૂપિયા 18 કરોડ મળતા હતા. આનો અર્થ જાડેજાને રૂપિયા 4 કરોડનું નુકસાન વેઠવું પડ્યું છે.

Ravindra Jadeja News

સંજુ સેમસનને આટલા પૈસા મળશે

સંજુ સેમસન જે અગાઉ રાજસ્થાન રોયલ્સનું નેતૃત્વ કરી ચૂક્યો છે, તે હવે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમશે. સંજુ સેમસન આઇપીએલના સૌથી અનુભવી ખેલાડીઓમાંનો એક છે, જેને 177 મેચનો અનુભવ છે. ચેન્નાઈ સુપર કિંગ્સ તેને દર સીઝનમાં 18 કરોડ આપશે, જે રાજસ્થાન રોયલ્સ તેને આટલી રકમ આપતી હતી.

vtv app promotion

આ ખેલાડીઓએ પણ ટીમો બદલી

માત્ર જાડેજા અને સંજુ સેમસન જ નહીં, પરંતુ છ અન્ય ખેલાડીઓએ પણ ટીમો બદલી છે. ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કુરન હવે ચેન્નાઈ સુપર કિંગ્સને બદલે રાજસ્થાન રોયલ્સ માટે રમશે. તેને રૂપિયા 2.4 કરોડ મળશે. મોહમ્મદ શમી પણ સનરાઇઝર્સ હૈદરાબાદથી લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાયો છે. તેને લખનૌ ટીમ સાથે દર સીઝનમાં 10 કરોડ મળશે.

આ પણ વાંચોઃ જાડેજા RRમાં, તો સેમસનનો CSKમાં, એકસાથે કુલ 10 ખેલાડીઓ ટ્રેડ, જુઓ લિસ્ટ

અર્જુન તેંડુલકર અને નીતિશ રાણાને આટલા મળશે

અર્જુન તેંડુલકરને મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા લખનૌ સુપર જાયન્ટ્સને ટ્રેડ કરાયો છે. તેને પ્રતિ સીઝન રૂપિયા 30 લાખ મળશે. નીતિશ રાણાની વાત કરીએ તો તેને રાજસ્થાન રોયલ્સથી દિલ્હી કેપિટલ્સમાં ટ્રેડ કરાયો છે. રાણાને રૂપિયા 4.2 કરોડ મળવાના છે. લેગ-સ્પિનર ​​મયંક માર્કંડે મુંબઈ ઇન્ડિયન્સ ટીમમાં ટ્રેડ દ્વારા સામેલ કરાયો છે. દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ડોનોવન ફરેરાને રાજસ્થાન રોયલ્સથી દિલ્હી કેપિટલ્સમાં ટ્રેડ કરાયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2026 Player Ravindra Jadeja Cricket news

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ