બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / ICC Rankingમાં છીનવાયો રોહિતનો તાજ, વિરાટ કોહલી બન્યો વન-ડેનો 'નવો કિંગમેકર'

ICC ODI Rankings / ICC Rankingમાં છીનવાયો રોહિતનો તાજ, વિરાટ કોહલી બન્યો વન-ડેનો 'નવો કિંગમેકર'

Priyankka Triveddi

Last Updated: 03:31 PM, 14 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Virat Kohli ICC Ranking: કોહલીએ શર્મા પાસેથી તેનો તાજ છીનવી લીધો છે અને વિરાટ કોહલી ફરી નંબર 1 ની ખુરશી પર બિરાજમાન થયો છે.

Virat Kohli ICC Ranking: ICC ODI Rankings માં ફરી એકવાર વિરાટ કોહલીનો જાળવો જોવા મળ્યો છે. વિરાટ કોહલી (Virat Kohli) ફરી એકવાર ICC ODI Ranking માં પહેલા નંબરનો બેટર બની ગયો છે. હિટમેન રોહિત શર્માથી આ તાજ છીનવાઇ ગયો છે. ન્યુઝીલેન્ડ સામે 3 મેચની વનડે સીરિઝનો પહેલી જ મેચમાં ભલે વિરાટ 51મી વનદે શતક ના બનાવી શક્યો પણ આમ છતાં પણ તે વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં નંબર 1 પ્લેયર બની ગયો છે. 91 બોલમાં 93 રનની પારી કોહલીએ વડોદરામાં રમી હતી. અને તે આ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ પણ રહ્યો હતો.

આ વનડે સીરિઝ પહેલા રોહિત શર્મા ICC ODI Ranking માં નંબર 1 બેટર હતો પરંતુ પહેલા મેચ પછી તે ત્રીજા સ્થાને ખસી ગયો છે. રોહિત શર્મા વડોદરામાં મોટી મેચ રમી શક્યો નહોતો. ત્યાં વિરાટ કોહલીએ દમદાર મેચ રમી હતી. આ ઉપરાંત ન્યુઝીલેન્ડનો બેટર ડેરિલ મિચેલ ત્રીજા પરથી બીજા નંબરે આવી ગયો છે. તેણે પણ એક દમદાર મેચ રમી હતી. ડેરિલ મિચેલે 71 બોલમાં 5 ફોર અને 3 સિક્સ ફટકારીને 84 રનની મેચ રમી હતી. રોહિત શર્માએ 29 બોલમાં 26 રન રમ્યા હતા. એવામાં તેની નંબર 1 ની ખુરશી ખસી ગઈ છે.

રોહિત શર્મા પહેલાથી જ ત્રીજા નંબરે ખસી ગયો છે. રેટિંગ પોઇન્ટ્સની વાત કરીએ તો ડેરિલ મિચેલ 784 રન સાથે બીજા સ્થાને છે અને વિરાટ કોહલીના ખાતામાં 785 પોઇન્ટ્સ છે. રોહિત શર્માના ખાતામાં 775 પોઇન્ટ્સ છે. 10 પોઇન્ટ્સનું અંતર રોહિત અને વિરાટ વચ્ચે છે. ચોથા નંબર પર અફઘાનિસ્તાનના ઈબ્રાહીમ જાદરન અને પાંચમા નંબર પર ભારતીય કેપ્ટન શુભમન ગિલ છે. 764 પોઇન્ટ્સ જાદરન અને 725 પોઇન્ટ્સ ગિલના ખાતામાં છે. ICC ODI Ranking ટોપ 10 માં શ્રેયસ અય્યર પણ સામેલ છે. આ લિસ્ટમાં કોઈ ફેરફ થયો નથી.

આ પણ વાંચો: IND vs NZ: આયુષ બદોનીના સ્થાને નીતિશ રેડ્ડીને કેમ મળ્યું પ્લેઇંગ 11માં સ્થાન? જાણો

vtv app promotion

વિરાટ કોહલી માટે 785 પોઇન્ટ્સ ખૂબ સારા નથી કારણ કે 2018 માં તેનું ODI રેન્કિંગમાં રેટિંગ પોઈન્ટ 909 હતા. આ આંકડાથી પણ ઘણું દૂર છે પરંતુ સારી વાત એ છે કે ક્રિકેટનો આ કિંગ ફરી નંબર 1 બેટર બની ગયો છે. ICCએ બીજી વનડે મેચમાં શરૂઆતના જ રેન્કિંગ બહાર પાડયા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rohit Sharma Virat Kohli ICC Ranking ICC ODI Rankings
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ