બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:34 PM, 14 January 2026
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રાજકોટમાં બીજી વનડે મેચ રમાઈ રહી છે. ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમે પોતાના પ્લેઇંગ ઇલેવનમાં એક ફેરફાર કર્યો છે. ઇજાગ્રસ્ત વોશિંગ્ટન સુંદરની જગ્યાએ નીતિશ કુમાર રેડ્ડીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
સુંદર પહેલી વનડેમાં ઘાયલ થયા બાદ સુંદરની જગ્યાએ આયુષ બદોનીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ભારતીય ટીમમાં આ તેનો પહેલો ચાન્સ હતો પણ તેને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો નથી. કોચ ગંભીર અને કેપ્ટન ગિલે નીતિશ રેડ્ડીને તક આપી છે. રેડ્ડીને તક કેમ મળી અને બદોનીએ શા માટે રાહ જોવી પડશે તે જાણવું રસપ્રદ છે.
ADVERTISEMENT
રાજકોટમાં બીજી વનડે પહેલા ચર્ચાનો સૌથી મોટો ચર્ચાનો વિષય આયુષ બદોનીનો સંભવિત ડેબ્યૂ હતો. ટીમ ઇન્ડિયામાં ઓલરાઉન્ડર્સને પ્રાથમિકતા આપવાની કોચ ગૌતમ ગંભીરની સ્ટ્રેટજીને જોતાં નીતિશ કુમાર રેડ્ડી અને બદોની વિશે ચર્ચા થઈ હતી. જોકે ગંભીરે અનુભવી ઓલરાઉન્ડર રેડ્ડીને પસંદ કર્યો કારણ કે બદોની બેટિંગની સાથે ઓફ-સ્પિનનો પણ ઓપ્શન આપે છે. બીજી તરફ રેડ્ડીને ઈન્ટરનેશનલ મેચનો પણ અનુભવ છે.
નીતિશ કુમાર રેડ્ડી અત્યાર સુધીમાં બે વનડે રમી ચૂક્યો છે. તેણે કુલ 27 રન બનાવ્યા છે જેમાં તેમનો સૌથી વધુ સ્કોર 19 છે. રેડ્ડી અગાઉ 23 ઓક્ટોબર, 2025ના રોજ એડિલેડમાં ઓસ્ટ્રેલિયા સામે રમ્યો હતા. તેણે તે પ્રવાસ દરમિયાન પર્થ વનડેમાં ડેબ્યૂ કર્યું હતું.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ 15 પ્લેયર્સનો ભારત આવવા પર ખતરો? ટીમોએ ICC સમક્ષ લગાવી મદદની ગુહાર
ADVERTISEMENT
ભારતની પ્લેઈંગ ઈલેવન: શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ
ન્યૂઝીલેન્ડ પ્લેઇંગ ઇલેવન: ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, વિલ યંગ, ડેરિલ મિશેલ, મિશેલ હે (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ (કેપ્ટન), ક્રિશ્ચિયન ક્લાર્ક, કાયલ જેમીસન, જેક ફોક્સ, જેડેન લેનોક્સ
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.