બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:11 PM, 6 July 2025
યુવાઓથી ભરેલી ભારતીય ક્રિકેટ ટીમ પાસેથી ટીમના ગૌરવને કેવી રીતે તોડવું તે શીખી શકાય છે. લગભગ સાડા ચાર વર્ષ પહેલાં ગાબ્બામાં ઓસ્ટ્રેલિયાના ગૌરવને તોડી નાખનાર ટીમ ઇન્ડિયાએ હવે ઇંગ્લેન્ડને પણ અરીસો બતાવ્યો છે.
ADVERTISEMENT
શુભમન ગિલની આગેવાની હેઠળ યુવા અને ઓછા અનુભવી ટીમ ઇન્ડિયાએ એજબેસ્ટન ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં યજમાન ઇંગ્લેન્ડને 336 રનના મોટા માર્જિનથી હરાવ્યું. આ સાથે, ટીમ ઇન્ડિયાએ 58 વર્ષની લાંબી રાહ જોયા પછી એજબેસ્ટન મેદાન પર પોતાની પહેલી જીત નોંધાવી. ઉપરાંત, ગિલની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયાનું ખાતું ખુલ્યું.
A historic win at Edgbaston 🙌#TeamIndia win the second Test by 336 runs and level the series 1-1 👍 👍
— BCCI (@BCCI) July 6, 2025
Scorecard ▶️ https://t.co/Oxhg97g4BF #ENGvIND pic.twitter.com/UsjmXFspBE
ADVERTISEMENT
ટીમ ઈન્ડિયાએ 1967માં બર્મિંગહામના એજબેસ્ટન ગ્રાઉન્ડ પર પોતાની પહેલી ટેસ્ટ મેચ રમી હતી, પરંતુ ત્યારથી 2025 માં આ મેચ સુધી તે ક્યારેય એક પણ મેચ જીતી શક્યું ન હતું. ટીમ ઈન્ડિયા આ મેદાન પર રમાયેલી 8 મેચમાંથી7 મેચ હારી ગઈ હતી, જ્યારે 1986 માં એક ટેસ્ટ ડ્રો રહી હતી.
મોટા સ્ટાર્સ, દિગ્ગજ ખેલાડીઓ અને મજબૂત કેપ્ટન હોવા છતાં, ટીમ ઈન્ડિયા એજબેસ્ટનનો કિલ્લો તોડી શકી ન હતી. પરંતુ નવા કેપ્ટન શુભમન ગિલ અને ઘણા સ્ટાર્સ વિના આ મેચમાં પ્રવેશેલી ટીમ ઈન્ડિયાએ આખરે આ સિદ્ધિ મેળવી. આ જીતે ૨૦૨૧માં બ્રિસ્બેનમાં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાની જીતની યાદો તાજી કરી દીધી.
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે ભારતીય ટીમે તેનો બીજો દાવ 427/6 ના સ્કોર પર ડિકલેર કર્યો હતો. મેચમાં, ભારતીય ટીમે તેના પ્રથમ દાવમાં 587 રન બનાવ્યા હતા .અને ઇંગ્લેન્ડે તેના પ્રથમ દાવમાં 407 રન બનાવ્યા હતા. પ્રથમ દાવના આધારે, ભારતને 180 રનની મોટી લીડ મળી હતી.
ADVERTISEMENT
વિશાળ લક્ષ્યનો પીછો કરતી વખતે ઇંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી અને 50 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી. જેક ક્રોલી (0) ને મોહમ્મદ સિરાજે આઉટ કર્યો. ન ડકેટ (25) અને જો રૂટ (6) ને આકાશ દીપે આઉટ કર્યા. આ પછી, ઓલી પોપ અને હેરી બ્રુકે ચોથા દિવસે (5 જુલાઈ) ઇંગ્લેન્ડને વધુ નુકસાન થવા દીધું નહીં.
ADVERTISEMENT
પાંચમા દિવસે વરસાદના વિક્ષેપ પછી જ્યારે મેચ ફરી શરૂ થઈ, ત્યારે આકાશ દીપે ટૂંક સમયમાં ભારતને સફળતા અપાવી. આકાશે સેટ બેટ્સમેન ઓલી પોપને બોલ્ડ આઉટ કર્યો, જે 24 રન બનાવી શક્યા. ત્યારબાદ આકાશે હેરી બ્રુક (23 રન) ને આઉટ કરીને ભારતને પાંચમી સફળતા અપાવી.
ADVERTISEMENT
આ પણ વાંચો : હવે આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, લિસ્ટમાં તમારો મોબાઇલ તો નથી ને!
બ્રુકના આઉટ થયા પછી, બેન સ્ટોક્સ અને જેમી સ્મિથે છઠ્ઠી વિકેટ માટે 70 રનની ભાગીદારી કરીને ઇંગ્લેન્ડને સંભાળવાનો પ્રયાસ કર્યો. લંચ પહેલા વોશિંગ્ટન સુંદરે બેન સ્ટોક્સને આઉટ કરીને આ ભાગીદારી તોડી.ત્યારબાદ મેચમાં ઇંગ્લેન્ડની એક પછી એક વિકેટ પાડવા માંડી અને બીજા સત્રમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.