ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ માટે ભારતીય ટીમનું એલાન, આ ગુજરાતી ખેલાડી બન્યો વાઈસ કેપ્ટન

સ્પોર્ટસ / વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ માટે ભારતીય ટીમનું એલાન, આ ગુજરાતી ખેલાડી બન્યો વાઈસ કેપ્ટન

Published By: Vishal Dave

Last Updated: 02:36 PM, 25 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BCCIની સિનિયર પસંદગી સમિતિની બેઠક બાદ અજિત અગરકરે વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી

ADVERTISEMENT

વેસ્ટ ઇન્ડીઝ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. શુભમન ગિલને ટીમના કપ્તાન બનાવાયા છે. રવિન્દ્ર જાડેજાને શ્રેણી માટે ઉપ-કપ્તાન બનાવાયા છે. તે ઋષભ પંતની ગેરહાજરીમાં શુભમન ગિલના ડેપ્યુટી તરીકે સેવા આપશે. કરુણ નાયર અને અભિમન્યુ ઈશ્વરનને પડતા મૂકવામાં આવ્યા છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની વાત કરીએ તો, દેવદત્ત પડિક્કલે કરુણ નાયરનું સ્થાન લીધું છે. બન્ને ટીમો વચ્ચે બે ટેસ્ટમેચ રમાશે.

વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી ટેસ્ટ મેચ 2 ઓક્ટોબરથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. બીજી ટેસ્ટ મેચ 10 ઓક્ટોબરે રાજધાની દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાશે.

BCCIની સિનિયર પસંદગી સમિતિની બેઠક બાદ અજિત અગરકરે વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી, જે નીચે મુજબ છે.

શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, દેવદત્ત પડિક્કલ, ધ્રુવ જુરેલ, રવીન્દ્ર જાડેજા (વાઈસ-કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ, કુલદીપ યાદવ અને એન.જગદીશન

આ પણ વાંચોઃ ભાઈનો જલવો ! શ્રેયસ ઐયર બન્યો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન, BCCIએ કર્યું મોટું એલાન, જાણો કઈ મેચો લીડ કરશે

ટીમમાં સરફરાઝ ખાનની પસંદગી થાય છે કે નહીં તે જોવાનું બાકી છે. ઋષભ પંત હજુ સુધી તેની ઈજામાંથી સ્વસ્થ થયો નથી. તેથી, ધ્રુવ જુરેલ આ શ્રેણી માટે પ્રાથમિક વિકેટકીપર રહેશે. એન. જગદીસન રિઝર્વ કીપર રહેશે. માનવ સુતાર નવોદિત હોઈ શકે છે. વધુમાં, શ્રેયસ ઐયરની પસંદગી કરવામાં આવશે નહીં. તેણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પાસેથી રેડ-બોલ ક્રિકેટમાંથી વિરામ લેવાની વિનંતી કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India Test Squad West Indies Test series

Published by

Vishal Dave

Vishal Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ