ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / કોણ છે આ ફૂટબોલર? જે ઓસ્ટ્રેલિયા છોડી ભારત માટે રમવા તલપાપડ, જાણો કારણ

સ્પોર્ટ્સ / કોણ છે આ ફૂટબોલર? જે ઓસ્ટ્રેલિયા છોડી ભારત માટે રમવા તલપાપડ, જાણો કારણ

Published By: Vidhata Gothi

Last Updated: 01:59 PM, 7 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Indian Football: ઓસ્ટ્રેલિયન ફૂટબોલરે ભારત માટે રમવા માટે પોતાની ઓસ્ટ્રેલિયન નાગરિકતાનો છોડી દીધી છે. તે હવે ભારતીય નાગરિક બની ગયો છે અને તેને ભારતીય પાસપોર્ટ મળી ગયો છે. તેણે અંડર-20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

ADVERTISEMENT

ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF)એ 18 નવેમ્બરે ઢાકામાં બાંગ્લાદેશ સામેની AFC એશિયન કપ ક્વોલિફાયર પહેલા રાષ્ટ્રીય શિબિરમાં બે વિદેશી ખેલાડીઓ રાયન વિલિયમ્સ અને અભિનીત ભારતીને સામેલ કર્યા છે. વિલિયમ્સે ભારત માટે ફૂટબોલ રમવા માટે પોતાની ઓસ્ટ્રેલિયન નાગરિકતા છોડી દીધી છે. તેમણે 2013ના અંડર-20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. અભિનીત ભારતી ભારતીય નાગરિક છે અને બ્રાઝિલમાં રહે છે. વિલિયમ્સના નાના લિંકન એરિક ગ્રોસ્ટેટ, ભારતીય હતા. તેઓ પણ ફૂટબોલ રમતા હતા અને મુંબઈ ફૂટબોલ જગતમાં એક મોટું નામ હતા.

ભારત સાથે ખાસ કનેક્શન

વિલિયમ્સે ઓસ્ટ્રેલિયન નાગરિકતા છોડીને ભારતીય નાગરિકતા અપનાવવા પાછળનો પોતાનો હેતુ જણાવ્યો છે. ભારત પ્રત્યેનો પ્રેમ એક મુખ્ય કારણ છે, પણ એક મોટું કારણ એક વચન પૂર્ણ કરવાનું પણ છે. તેના નાના ભારતીય હતા, અને જ્યારે તેઓ જીવતા હતા, ત્યારે તેમણે એક વખત વિલિયમ્સને કહ્યું હતું કે પ્લીઝ જાઓ અને ભારત માટે રમો. હવે વિલિયમ્સ તેના નાનાનું સપનું પૂર્ણ કરવા જઈ રહ્યો છે. ભારતીય રાષ્ટ્રીય ટીમમાં જોડાવાનું તેનું સપનું જલ્દી જ સાકાર થવા જઈ રહ્યું છે.

હું ભારત અને ટીમ માટે મારું સર્વસ્વ આપીશ: વિલિયમ્સ

વિલિયમ્સે એક અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે ભારત માટે રમવું તેના માટે ગર્વની વાત હશે. જ્યારે તે ભારતીય જર્સી પહેરશે, ત્યારે તે દેશ માટે પોતાનું સર્વસ્વ આપી દેશે. તે ટીમ માટે પોતાનું સર્વસ્વ આપી દેશે. હવે તેનું લક્ષ્ય ભારતીય ટીમ માટે પોતાનું શ્રેષ્ઠ આપવાનું અને ભારતીય ફૂટબોલને નવી ઊંચાઈઓ પર લઈ જવાનું છે.

ભારતીય ફૂટબોલમાં એક નવા અધ્યાયની શરૂઆત

વિદેશમાં રહેતા ખેલાડીઓ અને પ્રતિભાઓને તકો પૂરી પાડવાનું આ પગલું ભારતીય ફૂટબોલ માટે એક નવી શરૂઆત હોઈ શકે છે, જે ફેડરેશનના વલણમાં મોટો ફેરફાર દર્શાવે છે. આ પગલું ભારતીય મૂળના ખેલાડીઓ અને વિદેશી નાગરિકતાનો ત્યાગ કરવા માંગતા લોકો માટે દેશનું પ્રતિનિધિત્વ કરવાના માટે રસ્તા ખોલે છે. શિબિર ગુરુવારે બેંગલુરુમાં શરૂ થઈ ચુકી છે અને બંને ખેલાડીઓ જલ્દી જ તેમાં સામેલ થાય તેવી અપેક્ષા છે. જો બધું બરાબર રહ્યું, તો તેઓ 18 નવેમ્બરે ક્વોલિફાયર માટે ઢાકામાં ટીમ સાથે જોડાશે.

2023માં બેંગલુરુ એફસીમાં જોડાયા હતા વિલિયમ્સ

પર્થમાં જન્મેલ 31 વર્ષીય મિડફિલ્ડર અંડર-20 અને અંડર-23 સ્તરે ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કરી ચુક્યો છે. તેણે 2019માં સાઉથ કોરિયા સામેની મૈત્રીપૂર્ણ મેચમાં બીજા હાફના અવેજી તરીકે સિનિયર ટીમ માટે ડેબ્યૂ પણ કર્યું હતું. તેણે 2023માં પૂર્વ ISL ચેમ્પિયન બેંગલુરુ એફસીમાં સામેલ થતા પહેલા ઇંગ્લિશ ક્લબ ફુલહમ અને પોર્ટ્સમાઉથનું પણ પ્રતિનિધિત્વ કર્યું. આ વર્ષની શરૂઆતમાં, તેણે પોતાનો ઓસ્ટ્રેલિયન પાસપોર્ટ છોડીને ભારતીય નાગરિક બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને તાજેતરમાં જ તેને ભારતીય પાસપોર્ટ મળી ગયો છે.

સુનિલ છેત્રીએ કરી હતી ખાસ પહેલ

AIFF પ્રમુખ કલ્યાણ ચૌબેએ જણાવ્યું કે આ વિચાર સૌપ્રથમ ભારતીય સ્ટાર સુનિલ છેત્રીએ આ વર્ષે મે મહિનામાં કોલકાતામાં રાષ્ટ્રીય શિબિર દરમિયાન રજૂ કર્યો હતો. તેમણે કહ્યું, "સુનિલ છેત્રીએ સૌથી પહેલા રાયન વિલિયમ્સ વિશે મને જાણકારી આપી હતી, જે પોતાનો ઓસ્ટ્રેલિયન પાસપોર્ટ છોડીને ભારત માટે રમવા માંગે છે. તે પછી આ પ્રક્રિયા શરૂ થઈ." ત્યારબાદ ફેડરેશનએ સરકારની મદદથી જરૂરી કાગળકામ શરૂ કર્યું. ચૌબેએ આ પ્રક્રિયા ઝડપી બનાવવા બદલ યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, ખાસ કરીને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાને શ્રેય આપ્યો.

vtv app promotion

બ્રાઝિલમાં રહે છે અભિનીત ભારતી

27 વર્ષીય ડિફેન્ડર અભિનીત ભારતી બ્રાઝિલમાં રહેતા ભારતીય નાગરિક છે અને બોલિવિયન ફર્સ્ટ-ડિવિઝન ક્લબ એકેડેમિયા ડેલ બાલોમ્પી બોલિવિયાનો માટે રમે છે. નવી દિલ્હીમાં શાસ્ત્રી એફસીમાં પોતાની કારકિર્દી શરૂ કર્યા પછી, અભિનીત ભારતી સિંગાપોરમાં ગેલાંગ ઇન્ટરનેશનલની યુવા ટીમમાં સામેલ થઈ ગયા. તે પોલેન્ડ, પોર્ટુગલ, મેક્સિકો, આર્જેન્ટિના, ચેક રિપબ્લિક અને બોલિવિયામાં રમ્યો, અને 2019-20 ઇન્ડિયન સુપર લીગ (ISL)માં કેરળ બ્લાસ્ટર્સ માટે પણ રમ્યો.

આ પણ વાંચો: ગોલ્ડ, 1 સિલ્વર, 4 બ્રોન્ઝ..., આ છે ભારતને હોકીના શિખર સુધી પહોંચાડનારા 5 યોદ્ધા

ચૌબેએ કહ્યું, "અમને બ્રાઝિલમાં ભારતીય દૂતાવાસ પાસેથી તેના વિશે જાણવા મળ્યું. ત્યારબાદ અમે તેને રાષ્ટ્રીય શિબિરમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું." તેમણે ઉમેર્યું, "અમે વિશ્વના અન્ય ભાગો સુધી પહોંચવાનો પ્રયાસ કરીશું, ખાસ કરીને ફૂટબોલ રમતા દેશો જ્યાં ભારતીય પાસપોર્ટ ધરાવતા ખેલાડીઓ રમી રહ્યા છે. અમે રાષ્ટ્રીય ટીમને મજબૂત બનાવવા માટે તેમનો સંપર્ક કરવા અને તેમને આમંત્રણ આપવા માંગીએ છીએ." AFC એશિયન કપ 2027ની રેસમાંથી બહાર થયા પછી, ભારત ટુર્નામેન્ટ જીત સાથે સમાપ્ત કરવા માંગશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian Football Team Abneet Bharti Ryan Williams

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ